Gujarat/ હાશ..!! રાજ્યમાં કોરોના આવી રહ્યો છે કાબુમાં, આજે નોધાયા 804 નવા કેસ

હાશ..!! રાજ્યમાં કોરોના આવી રહ્યો છે કાબુમાં, આજે નોધાયા 804 નવા કેસ

Top Stories Gujarat Others
kapas 19 હાશ..!! રાજ્યમાં કોરોના આવી રહ્યો છે કાબુમાં, આજે નોધાયા 804 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસને લઇ ને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટતો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ કેસમાં એકએક નોધાયેલા જંગી વધારો હવે કાબુમાં આવી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 804 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  243459 પહોંચ્યો  છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 999 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 229143 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10021 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…