Crime/ બાલાસિનોરમાં મોટું ટ્રેલર ભરી દારુ ઝડપાયો

બાલાસિનોરમાં મોટું ટ્રેલર ભરી દારુ સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.  17 લાખ ના વિદેશી દારૂ સાથે ટ્રક સહિત 27 લાખ નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો  છે. પરંતુ હમેશની માફક બુટલેગરો ફરાર થવા માં સફળ થયા છે. 

Gujarat
bhukh 1 બાલાસિનોરમાં મોટું ટ્રેલર ભરી દારુ ઝડપાયો

ગાંધી ના ગુજરાત માં મોટા પાયે વિદેશી દારૂ નો વેપલો સામે આવ્યો છે.  બાલાસિનોરમાં મોટું ટ્રેલર ભરી દારુ સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.  17 લાખ ના વિદેશી દારૂ સાથે ટ્રક સહિત 27 લાખ નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો  છે. પરંતુ હમેશની માફક બુટલેગરો ફરાર થવા માં સફળ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝડપાયેલા દારૂમાં કેટલીક વિદેશી દારૂ નું બોટલો પર મહારાષ્ટ્રપાસીંગ દારૂ નો સિક્કો તો કેટલીક બોટલો માર્કા વગરની પણ મળી આવી છે. મોટા પાયે વિદેશી દારૂ ની હેરાફેરી થઈ રહી છે અને જો કોઈ લઠ્ઠા કાંડ થાય તો મોત પાછળ જવાબદાર કોણ..?

માર્કા વગરનો દારુ  વિદેશી ડુપ્લીકેટ હોવાનું પોલીસ નું તારણ જણાઈ રહ્યું છે. જો લઠ્ઠા કાંડ થાય તો જવાબદાર કોણ… ? મોટા પાયે થઈ રહેલી અન્ય વિદેશી દારૂ ની હેરાફેરી માં કેમ કોઈ કાર્યવાહી નહીં ? બાલાસિનોર પોલીસે દારૂ સાથે ટ્રક પણ ઝડપી કેમ બુટલેગરો ના ઝડપાયા ..? જેવા સવાલો હાલતો લોકમુખે ચર્ચા માં છે.

પોલીસ માણસો બાલાસિનોર ટાઉન વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલા અને ભાાંથલા ચોકડી આગળ વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક ટ્રક નંબર MP 09 HG 9842ની પુર ઝડપે આવતા તેને બેટરી મારી હાથના ઇશારે ટ્રક ઉભી રખાવી હતી. ઇશારો કરતા સદર ટ્રકના ડ્રાયવરે પોતાની ટ્રક ઉભી રાખેલ નહી અને ટ્રક પુરઝડપે હાંકારી લઇ નાસવા જતા તેના ઉપર શક-વહેમ જતા સાથેના પોલીસ માણસો સાથે ખાનગી વાહન દ્વારા પીછો કરતા ટ્રક ચાલક પોતાની ટ્રક સાઇડમાં ઉભી કરી ટ્રક માંથી કુદી અંધારાનો લાભ લઇ ખેતરમાં નાસીછૂટ્યો હતો. જયારે  ટ્રકમાં જોતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ની કાચની બોટલ નંગ-૨૮૮૦  મળી આવ્યો છે.

જેની કુલ કિંમત રૂા.૧૭,૧૬,૦૦૦/-  અને સાથે ટાટા ટ્રકની કિંમત આશરે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ્લે કિમત રૂપિયા ૨૭,૧૬,૦૦૦/- નો મુદ્દામાલ રાખી આરોપી પોતાની ટ્રક મુકી ભાગી છૂટ્યો છે.