Not Set/ અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈક ઇસમે રેલ્વે ટ્રેક પર સિમેન્ટનો પિલર મુક્યો હતો. આ દરમિયાન રાજધાની ટ્રેન પસાર થઈ હતી. અને પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો.

Gujarat Others
રેલ્વે ટ્રેક
  • વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન દુર્ઘટના ટળી
  • કોઈ ઇસમે રેલ્વે ટ્રેક પર સિમેન્ટનો મુક્યો હતો પિલર
  • પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાયો
  • પોલીસે પિલર મુકનારને શોધવા કર્યા ચક્રોગતિમાન

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે  મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈક ઇસમે રેલ્વે ટ્રેક પર સિમેન્ટનો પિલર મુક્યો હતો. આ દરમિયાન રાજધાની ટ્રેન પસાર થઈ હતી. અને પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ થઈ હતી.રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ પર પહોંચી ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું હતું.અને FSL સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી.ત્યારે હાલ તંત્ર અને પોલીસ પિલર મૂકનારને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :ઉત્તરાયણની રાતે ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત

આ ઘટનાની જાણ થતાં જ GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયાં કારણોથી રેલવે-ટ્રેક પર પોલ મૂકવામાં આવ્યો હતો એ અંગે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરીને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અગસ્ત ક્રાંતિ ટ્રેનના પાછળ આવતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેક ઉપર તપાસ કર્યા બાદ ટ્રેનને 4 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી. તો રેલવે પોલીસ સહિત રેલવેના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો :પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બનવાની પુરેપુરી શક્યતા હતી.

પોલીસે તપાસ હાથ ધરી રેલવે દ્વારા બાઉન્ડરી બાંધવા ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટનો પોલ કોણે અને કયાં કારણોથી રેલવે-ટ્રેક પર મૂક્યો હતો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી રહી છે. વલસાડ LCB, રૂરલ પોલીસ, GRP અને RPFની અલગ-અલગ ટીમ બનાવી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં પતંગની દોરીથી ઈજા થવાના 37બનાવો બન્યાં, અમદાવાદમાં જ 12 લોકો દોરીથી ઘાયલ થયાં

આ પણ વાંચો :અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ

આ પણ વાંચો :રાજકોટ શહેર-જિલ્લામાં 2 લાખ ઇ- શ્રમ કાર્ડ ઇસ્યુ કરાયા