- અમદાવાદમાં રિંગરોડ પર હિટ એન્ડ રનની ઘટના
- રિંગ રોડ પરના ગામડી ચોકડી પાસેની ઘટના
- દંપતીને વાહનચાલક લીધા અડફેટે
- અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર
- બાઇક પર જઇ રહેલ દંપતીનું ઘટના સ્થળે મોત
અમદાવાદમાં રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત થયું છે. રિંગ રોડ પરના ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી .જ્યાં અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું.બાઈક સવાર દંપતીને અડફેટે લીધા બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.હાલ તો પોલીસે ફરાર વાહન ચાલકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત
અમદાવાદના અસલાલી ચારસ્તા નજીક આવેલા ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મહિજડા ગામનું દંપતી બાઇક પર અસલાલી ચારસ્તા તરફથી ઓઢવ જઈ રહ્યું હતું ત્યારે ગામડી ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર જઈ રહેલા દંપતીનું મોત નિપજ્યુ હતું. જોકે, 4 કલાક વીતવા છતાં પણ ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો લેવાની પરિવારજનોએ ના પાડી હતી. જેને પગલે ગામડી ચારરસ્તા પર ટ્રાફિકની અવર જવર થોડા સમય માટે બંધ રહી હતી. ગામડી ચારરસ્તાની બંને તરફ 3 – 3 કિમી વાહનોની લાઈન લાગી હતી.
આ પણ વાંચો :રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત મૃતક દંપતીનાં પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બંને મૃતકના નામ ક્રમશઃ નરેશ પટેલ અને દીપા નરેશભાઈ પટેલ હતું. દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 10 હજારથી વધુ કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી 108 ઇમરજન્સી સેવા માટે રાત્રે 9 વાગ્યા સુધી 3,367 કોલ આવ્યા હતા. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે 400 જેટલા કોલ વધુ આવ્યા હતા. ગાળામાં દોરી વાગવાના કારણે 248 જેટલા કોલ 108 ઇમરજન્સી સેવા માટે નોંધાયા હતા. દોરી વાગ્યાના 108 ઇમરજન્સી સેવાને સૌથી વધુ અમદાવાદમાં 74, વડોદરામાં 28, રાજકોટમાં 26, સુરતમાં 27 અને ભાવનગરમાં 10 કોલ આવ્યા હતા. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કોલ નોંધાયા હતા.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ખેડૂતની પૂત્રી પોલિસ ઇન્સપેક્ટર બની ઇતિહાસ રચ્યો
આ પણ વાંચો : રંગીલા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે……
