Ahmedabad News/ વિડીયો લિંકમાં ગેરશિસ્ત બદલ ભાસ્કર તન્ના સામે કોર્ટે અવમાનની કાર્યવાહી શરૂ કરી

અમદાવાદમાં સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાને વર્ચ્યુઅલ સુનાવણીમાં કેઝ્યુઅલ એપીરિયન્સ મોંઘો પડી ગયો છે. હાથમાં મગ લઈ ફોન પર વાતો કરતાં-કરતાં કોર્ટની સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર થવા બદલ હાઇકોર્ટે જાતે જ સ્યુઓ મોટો લઈને કોર્ટના તિરસ્કારની નોટિસ દાખલ કરી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાને વર્ચ્યુઅલ સુનાવણીમાં કેઝ્યુઅલ એપીરિયન્સ મોંઘો પડી ગયો છે. હાથમાં મગ લઈ ફોન પર વાતો કરતાં-કરતાં કોર્ટની સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર થવા બદલ હાઇકોર્ટે જાતે જ સ્યુઓ મોટો લઈને કોર્ટના તિરસ્કારની નોટિસ દાખલ કરી છે.

આ કેસની સુનાવણી હવે આગામી બે સપ્તાહમાં થશે. હાઇકોર્ટનું કહેવું છે કે સિનિયર એડવોકેટ આ રીતે હાઇકોર્ટની ગરિમા ન જાળવે તે બાબત ઘણી શરમજનક થાય છે. સિનિયર એડવોકેટનો હાથમાં મગ સાથેનો એપીરિયન્સ જોયા પછી તેમની વિડીયો લિન્કની ચકાસણી કરવામાં આવી હતી અને તે ચકાસણીમાં તે પુરવાર થયું હતું કે તેઓ હાથમાં રહેલા મગમાં બીયર પીતાં-પીતાં સુનાવણી કરી રહ્યા હતા. 26 જૂનની સુનાવણીની વિડીયો લિન્કમાં આ ઘટના બની હતી.

હાઇકોર્ટનું કહેવું છે કે સિનિયર એડવોકેટની આ પ્રકારની વર્તણૂક જુનિયર એડવોકેટ પર વિપરીત અસર પાડી શકે છે. હાઇકોર્ટે આના પગલે હવે ભાસ્કર તન્નાના વર્ચ્યુઅલ અપીયરન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વરિષ્ઠ વકીલની આ પ્રકારની વર્તણૂકની જાણ ચીફ જસ્ટિસને પણ કરવાનો નિર્દેશ આપામાં આવી છે. આ બાબતને ધ્યાન પર લઈને ચીફ જસ્ટિસ વહીવટી આદેશો જારી કરશે.

હાઇકોર્ટનું કહેવું છે કે હજી કોઈ જુનિયર વકીલ આ પ્રકારની વર્તણૂક કરતો હોત તો માની પણ શકાયું હોત કે તેનામાં એટલી સમજ ન હોઈ શકે, પરંતુ વકીલ તરીકેની કારકિર્દીમાં આટલા લાંબા સમયનો અનુભવ ધરાવતા સિનિયર વકીલ આ પ્રકારનું પગલું ભરે તે ચિંતાજનક બાબત છે. આ તો સીધી ગેરશિસ્ત જ કહેવાય અને તે કોઈપણ રીતે ચલાવી ન લેવાય. જો તેને ચલાવી લઈએ તો ભવિષ્ય માટે ખોટો દાખલો બેસે અને વર્ચ્યુઅલ એપીરિયન્સમાં પછી આ પ્રકારની ગેરશિસ્ત સામાન્ય બની જાય. તેથી ભવિષ્યમાં આવી કોઈપણ બાબતનું પુનરાવર્તન ટાળવા માટે હાલમાં કોર્ટે શિસ્તનો કોરડો વીંઝ્યો છે. આ પ્રકારની અવમાનના પગલે કોર્ટ હવે વિડીયો લિન્કથી વકીલોની હાજરી અંગે પણ સ્પષ્ટ વિચારી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ પણ વાંચો: ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ લીધી સ્વૈચ્છિક નિવૃતિ, ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જનારા પ્રથમ મહિલા જજ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે સત્યાગ્રહ છાવણી સોસાયટીના અરજદારોની અરજીને ફગાવી, 04 અરજદારોને 25 હજાર દંડ ફટકાર્યો