Anand News: આણંદ મનપા બન્યા બાદ લાંબા સમય સુધી રોડ પર ખાડા રાજથી ત્રસ્ત પ્રજાએ આજે મનપા કચેરી ખાતે અનોખો વિરોધ દર્શાવી રસ્તાઓનું તાત્કાલિક સમરકામ કરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત કરી.
આણંદ મનપા બન્યા બાદ અનેક રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ જતા શ્યાનિકોને રોજીંદા જીવનમાં હાલાકી ભોગવાનો વારો આવતા આજે સ્થાનિકો બીમાર પૂતળું સ્ટ્રેચર પર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા. જે પૂતળા પર મનપાના હદ વિસ્તારમાં આવતા વિવિધ રસ્તાઓ પરના ખાડા ના ફોટો લગાવી મનપાના ડેપ્યુટી કમિશનર ને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
નવા બનાવેલા રસ્તા ઓ પર સામાન્ય વરસાદમાં જ ખાડા પડી જતા અને શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત બાદ પણ GUDC ઘ્વારા ગટર લાઈનનું કામ કરી રોડ પર ખાડા ઓ અને કીચડ ની સ્થિતિ ના કારણે પણ સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હવે સ્થાનિકો ઘ્વારા કરવામાં આવેલ ઉગ્ર રજુઆત બાદ આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરેવાલ ઘ્વારા કોન્ટ્રેકટરને નોટિસ આપી જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો:પંચમહાલના ગોધરામાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા, શંકાસ્પદ દવાને લઈ ફાર્મામાં તપાસ કરવામાં આવી
આ પણ વાંચો:ગુજરાત શહેરના રસ્તાઓ માટે ગતિ મર્યાદા 30 કિમી પ્રતિ કલાક નક્કી કરાશે
આ પણ વાંચો:રેસ્ટોરન્ટની ફૂડ પ્લેટમાંથી મળી મૃત ગરોળી, મચી ગયો હંગામો
