India-Ukraine/ યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલેડિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. તેમજ કહ્યું હતું કે,…..

World
Beginners guide to 2024 03 28T110850.445 યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે...

New Delhi News: યૂક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર છે. બે દિવસની સત્તાવાર યાત્રા પર ભારત અને યુક્રેનના સંબંધો મજબૂત બનાવવા બંને દેશના પ્રતિનિધિઓ તેમના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધોને લઈ ચર્ચાઓ કરશે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ યુક્રેનના વિદેશમંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે યુક્રેનને આમંત્રણ પાઠવ્યું છે. યૂક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા “પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગ સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે વિદેશ મંત્રી અને ડેપ્યુટી NSA સાથે સત્તાવાર બેઠકો સહિત અનેક કાર્યક્રમોનું પણ આયોજન થશે.”

Ukraine | Ukraine's foreign minister Dmytro Kuleba to visit India next week, sources say - Telegraph India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલેડિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. તેમજ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષના સમાધાન માટે વાટાઘાટો અને કૂટનીતિ એ જ આગળનો રસ્તો છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં ભારત હંમેશા મધ્સ્થી કરતું રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં 5મી વખત રાષ્ટ્રપતિ બનેલા વ્લાદિમીર પુતિનને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઝેલેન્સ્કી સાથે પણ ફોન પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષોનો અંત લાવવા શાંતિ માટે બધા પ્રયાસો કરવા તેમજ સમાધાન લાવવા ભારત તરફથી નિરંતર સમર્થન છે તેવી સાંત્વના પાઠવી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલેડિમિર ઝેલેન્સ્કીએ અગાઉ પણ ભારતને પીસમેકર (Peacemaker)નો રોલ નિભાવવાની પણ માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે