Air firing/ ઘુમામાં બિલ્ડર પર હુમલો થતા સ્વબચાવમાં ગોળીબાર

પોલીસે 9 જણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Gujarat Top Stories
Beginners guide to 92 4 ઘુમામાં બિલ્ડર પર હુમલો થતા સ્વબચાવમાં ગોળીબાર

Gujarat News : અમદાવાદના ઘુમા સ્થિત મેરી ગોલ્ડ સર્કલ પાસે ગઈ કાલે મોડી રાત્રે ફાયરિંગનો આ બનાવ બન્યો હતો. વેપારી પર કેટલાક શખ્સોએ હુમલો કરતા તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. ગોળીબાર અને હુમલાના આ બનાવને પગલે આ વિસ્તારમાં આતંક સાથે ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 9 હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુની અદાવતને પગલે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

તપાસમાં સામે આવ્યું કે આરોપીનો. ભાઈ ભૂવો છે..જ્યાં ફરિયાદી દાન આપતો હતો.. દાન બંધ કરતા આરોપીઓએ સમાજમાં ફરિયાદીની બદનામી શરૂ કરી હાલ માં ફાયરિંગ બાબતે ક્રોસ ફરિયાદ લેવાનું ચાલુ છે.

આ બનાવની વિગત મુજબ બોપલમાં રહેતા અને કન્સટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ઉપેન્દ્રસિંહ ચાવડા બે વર્ષથી દાદા બાપુ ધામ પચ્છમ ખાતે દર્શને જતા હતા. તે સમયે ત્યાં રહેતા વિજયસિંહ સોલંકી સાથે સારા સંબંધ હતા. જોકે કામમાં વ્યસ્તતા ને કારણે તેઓ ચારેક મહિનાથી દર્શને જતા નથી. બીજીતરફ વિજયસિંહ અને તેમના નાના ભાઈ રાજેન્દ્રસિંહ તેમને અવારનવાર ફોન કરીને બોલાવતા હતા. પરંતુ ઉપેન્દ્રસિંહ તેમને સીધુ જ કહી દેતા હતા કે અમારા પર તમે ખોટા આક્ષેપો કરો છો માટે હું ત્યાં આવવા માંગતો નથી.

દરમિયાન બુધવારે રાત્રે ઉપેન્દ્રસિંહ બાવળીયારી ખાતે ડાયરામાં જઈ રહ્યા હતા. તે સમયે રાજેન્દ્રસિંહે તેમને વોટ્સએપ કોલ કરીને તમે ડાયરામાં આવો છો તો પછી તૈયારી સાથે આવજો. તાત્કાલિક ઉપેન્દ્રસિંહે ફોન ઉપર વિજયસિંહને જાણ કરી હતી. બાદમાં ઉપેન્દ્રસિંહનો મોટા ભાઈ જ્યારે સામા પક્ષે વિજયસિંહ તથા અન્ય આગેવાનો સમાધાન માટે બગોદરામાં મલ્યા હતા. સમાધાન થયા બાદ ઉપેન્દ્રસિંહ ઘરે પરત આવી રહ્યા હતા. તેમની કન્સટ્રક્શન સાઈટ પર કામ ચાલતું હોવાથી તે ત્યાં ગયા હતા.

ઉપેન્દ્રસિંહ મેરી ગોલ્ડ સર્કલથી પસાર થઈને આગળ જતા હતા. તે સમયે નજીકના એક પાન પાર્લર પાસે ચાંરથી પાંચ ગાડીઓ ઉભી હતી. જ્યારે રોડ પર રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક શખ્સો લાકડીઓ અને પાઈપો સાથે ઉભા હતા. તમામ શખ્સો ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવીને હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

જેને પગલે ચેતી ગયેલા ઉપેન્દ્રસિંહે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયર કર્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા સામા પક્ષના શખ્સોએ ઘોકા,પાઈપ, લાકડીઓ અને પથ્થરો વડે ઉપેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો. એક શખ્સે ઉપેન્દ્રસિંહના જમણા હાથ પર લાકડી ફટકારી દીધી હતી. એ જ હાથમાં તેમની રિવોલ્વર હતી. ઝપાઝપીમાં રિવોલ્વરનું ટ્રિગર દબાઈ જતા વધુ એક રાઉન્ડ ફાયર થયો હતો. બે રાઉન્ડ ફાયર થયા બાદ ટોળાએ ઉપેન્દ્રસિંહની ગાડીમાં તોડફોડ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે ઉપેન્દ્રસિંહ જેમ તેમ કરીને ત્યાંથી ભાદવામાં સફળ થયા હતા.

બાદમાં તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં 9 જણા સામે ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરે સ્વબચાવમાં લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હોવાથી હાલમાં તેમની સામે કોઈ ગુનો નોંધાયો નથી. જોકે પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે