Union Budget 2022/ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યો Economic Survey, 2022-23 માટે આટલો રખાયો વૃદ્ધિ દર

નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આર્થિક સર્વે ભારતીય અર્થતંત્રની સ્થિતિને મજબૂત કરવા પુરવઠા-બાજુના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Top Stories India
નાણામંત્રી નિર્મલા

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આર્થિક સમીક્ષા રજૂ કર્યું છે, જેમાં નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારના બજેટ પહેલા અર્થતંત્રની સ્થિતિની વિગતો આપવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ 2022 થી માર્ચ 2023) દરમિયાન ભારતીય અર્થતંત્ર 8-8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે.

આ પણ વાંચો :સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી રહેલા રાજા રાજીવ પ્રતાપ સિંહનું લખનઉમાં નિધન

બીજી તરફ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના અનુમાન મુજબ આર્થિક વૃદ્ધિ દર 9.2 ટકા રહી શકે છે. સમીક્ષા 2021-22 અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની સ્થિતિ તેમજ વિકાસને વેગ આપવા માટે હાથ ધરવામાં આવનાર સુધારાઓની વિગતો આપે છે. આર્થિક સમીક્ષાની રજૂઆત બાદ તરત જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આર્થિક સર્વે ભારતીય અર્થતંત્રની સ્થિતિને મજબૂત કરવા પુરવઠા-બાજુના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન બાદ સંસદનું બજેટ સત્ર શરૂ થયું. આજે સાંજે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન સમીક્ષા અંગે પત્રકારોને સંબોધશે.

અહેવાલો અનુસાર, રાજ્યસભામાં મૂકવામાં આવ્યા પછી, સમીક્ષા કેન્દ્રીય બજેટના પોર્ટલ અને એપ પર બપોરે 3.30 વાગ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. આ વખતે આર્થિક સમીક્ષા માત્ર એક ભાગમાં છે. અગાઉ તેના બે વોલ્યુમ હતા. પરંતુ ડિસેમ્બરથી સીઈએની જગ્યા ખાલી હોવાથી આ વખતે તે માત્ર એક ભાગમાં જ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો :ભોપાલથી લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોરોના સંક્રમિત

આ પણ વાંચો :હાથરસ કાંડ અંગે અખિલેશ યાદવે ટ્વીટ કર્યું,આ તસવીર શેર કરી,જાણો વિગત

આ પણ વાંચો : પોર્ન સાઈટ પર પોતાનો વીડિયો જોઈને યુવક થયો આશ્ચર્યચકિત… હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે…

આ પણ વાંચો : કોરોનાનાં કેસ ભલે ઓછા થયા હોય પણ ખતરો હજુ ટળ્યો નથી : WHO