Not Set/ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને રૂટીન ચેક અપ માટે AIIMSમાં કરાયા ભરતી

નવી દિલ્હી, પૂર્વ પ્રધાનમંત્રી અનેભારત રત્ન અટલ બિહારી વાજપેયીને સોમવારે રાજધાની દિલ્હી સ્થિત AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાઈન્સ (AIIMS)માં રૂટીન ચેક અપ માટે તેઓને દાખલ કરવામાં આવ્યા છે. Former Prime Minister Atal Bihari Vajpayee was admitted to the All India Institute of Medical Sciences (AIIMS) for […]

Top Stories India
DfZnsW8UwAQml8e પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને રૂટીન ચેક અપ માટે AIIMSમાં કરાયા ભરતી

નવી દિલ્હી,

પૂર્વ પ્રધાનમંત્રી અનેભારત રત્ન અટલ બિહારી વાજપેયીને સોમવારે રાજધાની દિલ્હી સ્થિત AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાઈન્સ (AIIMS)માં રૂટીન ચેક અપ માટે તેઓને દાખલ કરવામાં આવ્યા છે.

AIIMSના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા ડોક્ટરોની સલાહ બાદ જ અટલ બિહારી વાજપેયીને AIIMSમાં લાવવામાં આવ્યા છે.

જો કે પૂર્વ પીએમની તબિયતને લઇ એમ્સ દ્વારા એક નિવેદન પણ સામે આવ્યું છે. એમ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે, “વાજપેયીની હાલત સ્થિર છે અને ડો. ગુલેરિયાની દેખરેખમાં ડોક્ટરોની ટીમ તેઓની જરૂરી મેડિકલ ટેસ્ટ કરી રહી છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી પૂર્વ પ્રધાનમંત્રી બીમાર છે. આ પહેલા તેઓ દેશના ત્રણવાર પ્રધાનમંત્રી રહી ચુક્યા છે તેમજ તેઓને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.