Politics/ પી.ચિદમ્બરમનો PM મોદી પર કટાક્ષ, કહ્યુ- કોરોના તરફ થોડું ધ્યાન આપવા તમારો આભાર

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. દેશમાં હવે દરરોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યા પણ દરરોજ એક હજારને પાર કરી રહી છે.

Top Stories India
Untitled 29 પી.ચિદમ્બરમનો PM મોદી પર કટાક્ષ, કહ્યુ- કોરોના તરફ થોડું ધ્યાન આપવા તમારો આભાર

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. દેશમાં હવે દરરોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યા પણ દરરોજ એક હજારને પાર કરી રહી છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલોમાં પથારી, દવાઓ અને ઓક્સિજનની પણ તંગી છે. જેના પર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાજકારણ / કોરોનાનાં વધતા કહેર વચ્ચે રાહુલ ગાંધીનો મોટો નિર્ણય, અન્ય નેતાઓને આપી આ સલાહ

ચિદમ્બરમે ટવીટ કરીને લખ્યું છે કે, દેશની મોટાભાગની હોસ્પિટલોનાં ગેટ પર ‘વેકસીન ઉપલબ્ધ નથી’ નું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન એવો દાવો કરી રહ્યા છે કે રસીઓનાં સપ્લાયમાં કોઈ કમી નથી. મંત્રીનાં જણાવ્યા મુજબ રસી, ઓક્સિજન, રેમડેસિવિર, બેડ્સ, ડોકટરો અને નર્સની કોઈ અછત નથી, ફક્ત હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં ઘટાડો છે. તેમણે વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે ચાલી રહેલી લડતમાંથી થોડો સમય કાઠવા બદલ પીએમ મોદીનો આભાર. ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કોવિડથી બચાવવાની વ્યૂહરચનાથી વધારે ચૂંટણી કાર્યક્રમની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કર્યો કે, વડાપ્રધાન મોદીજી આભાર કે તેમણે પશ્ચિમ બંગાળને જીતવા માટે જરૂરી યુદ્ધની વચ્ચે કોવિડ-19 સમસ્યા માટે થોડો સમય કાઠ્યો. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પણ સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. તાજેતરમાં જ રાહુલે એક ટ્વિટમાં લખ્યું છે કે, કોઈ ટેસ્ટ નથી, હોસ્પિટલમાં પલંગ નથી, કોઈ વેન્ટિલેટર નથી, ઓક્સિજન નથી, રસી નથી, માત્ર ઉત્સવનો ઢોંગ છે. બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે, કેન્દ્ર સરકારની કોવિડ વ્યૂહરચના- સ્ટેજ 1-તુગલકી લોકડાઉન. સ્ટેજ 2-ઘંટડી વગાડો. સ્ટેજ-3 ભગવાનનાં ગુણ ગાઓ.

રાજકારણ / ઉતાવળથી લોકડાઉન થશે નહીં, હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી : અમિત શાહ

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એકવાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે. તેની વચ્ચે સૌપ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.30 લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ