Not Set/ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપ-આપ ની ટ્વીટર વોર શરૂ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે નજીકનાં દિવસોમાં થવાની છે, ત્યારે દિલ્હીની ખુરશી પર કોણ વિરાજમાન થશે તેને લઇને દરેક પક્ષ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્વીટર પર કોંગ્રેસ અને ભાજપની વોર શરૂ થઇ ગઇ છે. અહી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જનતાને કઇ સરકાર જોઇએ તે વિશે ટ્વીટમાં દર્શાવ્યુ છે. જેમા ડાભી બાજુએ કેજરીવાલ સરકારનાં […]

Top Stories India
32983 A narendra modi arvind kejriwal and rahul gandhi may shine in 2018 દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપ-આપ ની ટ્વીટર વોર શરૂ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે નજીકનાં દિવસોમાં થવાની છે, ત્યારે દિલ્હીની ખુરશી પર કોણ વિરાજમાન થશે તેને લઇને દરેક પક્ષ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્વીટર પર કોંગ્રેસ અને ભાજપની વોર શરૂ થઇ ગઇ છે.

અહી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જનતાને કઇ સરકાર જોઇએ તે વિશે ટ્વીટમાં દર્શાવ્યુ છે. જેમા ડાભી બાજુએ કેજરીવાલ સરકારનાં કામ અને જમણી બાજુએ ભાજપ શાસિત રાજ્યોની સ્થિતિ બતાવવામાં આવી છે.

ટ્વીટર પર સંબિત પાત્રાએ એક ટ્વીટ કરી કોંગ્રેસ અને આપ ની પાસે જવાબ માંગ્યો છે. જેમા તેમણે એક વીડિયો પર સવાલો ઉભા કર્યા છે. તેમણે લખ્યુ છે કે, “દરેક મુસલમાન એક થઇ જાઓ” “આ દિલ્હીનાં 12 % મુસલમાન જો એક થઇ જશે તો તેઓ મોદીને હરાવી દેશે” આ ટ્વીટમાં તેઓ વધુમાં ઉમેરે છે કે, દોસ્તો વિચારો કે જો ભાજપ કહેતી કે 80 % હિન્દુઓ એક થઇ જાઓ તો અત્યાર સુધીમાં બંધારણ/લોકશાહી/દેશ/ધર્મનિરપેક્ષતા દરેક જોખમી બની જતુ!!

https://twitter.com/sambitswaraj/status/1218036518914285569

આ પહેલા કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલથી પીએમ મોદીને ટાંકીને ટ્વીટ કર્યુ હતુ, જેમા તેમણે લખ્યુ કે, “56 ઈંચની છાતી ધરાવતો બાજીગર, આજે છે મૌન. આ વ્યક્તિ કોણ છે જે પોતાની નિષ્ફળતા પર સવાલ કરે છે.”

ઉલ્લેખનીય છે કે, આજે દેશમાં બેરોજગારી, શિક્ષણ, ખેતી, સ્વાસ્થ્યને લઇને ચર્ચા થવાની જગ્યાએ અન્ય પાયા વિહોણા મુદ્દાઓ પર ચર્ચાઓ વધુ જોવા મળી રહી છે. જેનુ તાજુ ઉદાહરણ તમે ઉપર જોઇ શકો છો. આજે ચૂંટણી પોતાના કામ પર લડવાની જગ્યાએ હિન્દુ-મુસલમાન પર લડવામા આવી રહી છે. જે આવનારા સમયને વધુ ખરાબ બનાવે તો કોઇ નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.