સવાલ/ ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર પર ગૌતમ ગંભીર ઉઠાવ્યા અનેક સવાલ..

ભારતીય ટીમ નોકઆઉટ મેચોના દબાણને સંભાળવા માટે માનસિક રીતે નબળી પુરવાર થઇ છે. 

Sports
કકકકક ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર પર ગૌતમ ગંભીર ઉઠાવ્યા અનેક સવાલ..

વિરાટ કોહલીની કપ્તાનીમાં  ટીમ ઈન્ડિયા રવિવારે UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં હારનો સિલસિલો રોકી શકી ન હતી અને ન્યુઝીલેન્ડ સામે આઠ વિકેટે હારી ગઈ હતી. આ હાર સાથે ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશાને ઝાટકો લાગ્યો છે. ટીમની આ શરમજનક હારથી દિગ્ગજ ભારતીય ખેલાડીઓ ગુસ્સે થયા છે અને કેપ્ટન વિરાટની રણનીતિ પર ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે. તેમાં ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે,તેમણે ટીમની મોટી ખામીઓને ઉજાગર કરી છે. તેમણે કહ્યું કે, “આ ભારતીય ટીમ નોકઆઉટ મેચોના દબાણને સંભાળવા માટે માનસિક રીતે નબળી પુરવાર થઇ છે.

ગંભીરે કહ્યું કે ટીમ ઈન્ડિયામાં ઘણા મહાન ખેલાડીઓ છે અને ટીમ ઘણી ખતરનાક છે, પરંતુ મોટી મેચો જીતવા માટે તમારી માનસિકતા પણ એવી હોવી જોઈએ. જ્યાં સુધી તમે મજબૂત માનસિકતા સાથે ક્ષેત્રમાં પ્રવેશ કરશો નહીં ત્યાં સુધી તમને સફળતા મળશે નહીં. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ ક્વાર્ટર ફાઈનલ જેવી હતી. આવી મેચોમાં ભૂલ માટે બિલકુલ જગ્યા નથી અને તમારે કોઈપણ સંજોગોમાં મેચ જીતવી જ પડશે. દ્વિપક્ષીય શ્રેણીમાં હંમેશા પુનરાગમનની તક હોય છે, પરંતુ આવી મેચોમાં પાછળ પડ્યા બાદ પુનરાગમનની કોઈ શક્યતા નથી.

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતના બેટ્સમેનોએ મોટાભાગે બેજવાબદાર શોટ રમ્યા હતા અને તેમનામાં રન બનાવવાની ભૂખ દેખાતી ન હતી. ભારતના મોટાભાગના બેટ્સમેન સરળ કેચ કરીને આઉટ થયા હતા. ભારતીય દાવમાં 54 ડોટ બોલ હતા, એટલે કે નવ ઓવરમાં કોઈ રન નહોતા. પીચમાં કોઈ ખામી ન હતી પરંતુ પસંદગીના મામલે ભારતીય ટીમ ફરી એક વખત ડઝાઈ ગઈ હતી. પહેલા રમતા ટીમ ઈન્ડિયાએ કિવી ટીમ સામે જીત માટે 110 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ન્યૂઝીલેન્ડે માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.