Not Set/ કાવેરી જળવિવાદ : ચેન્નઈમાં રમાનારી IPLની તમામ મેચો થશે શકે છે શિફ્ટ : સૂત્ર

ચેન્નઈ, દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઇ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ પર પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૧ની તમામ મેચો અન્ય સ્થાને શિફ્ટ કરવામાં […]

Sports
sdggg કાવેરી જળવિવાદ : ચેન્નઈમાં રમાનારી IPLની તમામ મેચો થશે શકે છે શિફ્ટ : સૂત્ર

ચેન્નઈ,

દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઇ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ પર પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૧ની તમામ મેચો અન્ય સ્થાને શિફ્ટ કરવામાં આવી શકે છે.

જો કે ચેન્નઈથી શિફ્ટ કરવામાં આવનારી મેચો કયા વેન્યુ પર રમાશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

મંગળવારે પણ થયો હતો વિરોધ

મંગળવારે સ્ટેડિયમની બહાર પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારિયો ગ્રાઉન્ડમાં આવી ગયા હતા અને ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ લીગ મેચ દરમિયાન CSKના ફિલ્ડર રવીન્દ્ર જાડેજા પર ચપ્પલ પણ ફેકી હતી.

કેટલાક તમિલ કાર્યકર્તાઓ દ્વારા કાવેરી જળ વિવાદને લઇ IPLની મેચ કરાવવાના વિરોધમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટી વેલુંમુરુગનના નેતૃત્વ હેઠળ ટીવીકેના કાર્યકર્તાઓ દ્વારા સ્ટેડિયમને ઘેરવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસ દ્વારા ટુંક જ સમયમાં હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીવીકેના કાર્યકર્તાઓ દ્વારા ચેન્નઈમાં IPLની મેચ નહીં કરાવવા અંગે નારેબાજી પણ કરી હતી.

આઈપીએલની મેચનો વિરોધ કરી રહેલા ટીવીકેના કાર્યકર્તાઓ હાથમાં ગુબ્બારા લઈને આવી પહોચ્યા હતા. આ ગુબ્બારામાં લખવામાં આવ્યું, “અમે IPL ઈચ્છતા નથી, અમે કાવેરી મેનેજમેન્ટ બોર્ડ ઈચ્છીએ છીએ”.

તમિલ સુપરસ્ટાર રજનીકાંત જતાવી ચુક્યા છે વિરોધ

મહત્વનું છે કે, આ પહેલા સુપરસ્ટાર રજનીકાંત પણ આઈપીએલની મેચો અંગે પોતાનો વિરોધ દર્શાવી ચુક્યા છે. રજનીકાંતે જણાવ્યું હતું કે, ચેન્નઈમાં મેચ રમવી એ એક શરમજનક બાબત છે કારણ કે તમિલનાડુના લોકો કાવેરી જળ વિવાદથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે અને અહિયાં મેચ યોજાવાની છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહિયાં મેચ યોજાય છે તો ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ પોતાના હાથ ઉપર કાળા કલરની પટ્ટી બાંધવી પડશે. જેનાથી આ મુદ્દો આગળ વધે અને કાવેરી જળ વિવાદ પૂરો થાય.