Not Set/ 30 દિવસથી પાણી ન મળતા નગરજનોમાં રોષ, પ્રાંત અધિકારીને આપ્યુ આવેદનપત્ર

દ્વારકા ઉનાળાની આગઝરતી ગરમી વચ્ચે રાજ્યભરમાં આંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ પાણીની પારાવાર સમસ્યા સર્જાઇ છે. છેલ્લા 30 દિવસથી નગરજનોને પાણી ન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો  છે. ગામમાં કુવા તો છે પરંતુ ભર ઉનાળે કુવા ખાલી થઇ જતા બેડા ઉચકી દૂર દૂર સુધી પીવાનાં પાણી ભરવા જવુ પડે […]

Gujarat
bjp 30 દિવસથી પાણી ન મળતા નગરજનોમાં રોષ, પ્રાંત અધિકારીને આપ્યુ આવેદનપત્ર

દ્વારકા

ઉનાળાની આગઝરતી ગરમી વચ્ચે રાજ્યભરમાં આંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ પાણીની પારાવાર સમસ્યા સર્જાઇ છે. છેલ્લા 30 દિવસથી નગરજનોને પાણી ન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો  છે. ગામમાં કુવા તો છે પરંતુ ભર ઉનાળે કુવા ખાલી થઇ જતા બેડા ઉચકી દૂર દૂર સુધી પીવાનાં પાણી ભરવા જવુ પડે છે.

પાણી મુદ્દે મહિલાઓમાં ઝગડાનુ પ્રમાણ વધી ગયુ છે. જેને કારણે મહિલાઓએ રોષે ભરાઇને પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી. પ્રાંત અધિકારીએ રજુઆત બાદ ચીફ ઓફિકર અને પાણી પૂરવઠ્ઠા બોર્ડને તાકીદે પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગર પાલિકા માં બેટ દ્વારકા – વોર્ડ નંબર 5 માં હાલ લોકો પાણી માટે વલખા મારવા પડે છે એક માસથી પાણી વિતરણ ન થતા સ્થાનિકો એ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું

દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના ઓખા નગર પાલિકાના બેટ દ્વારકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે હાલ બેટ દ્વારકની માનવ વસ્તી અંદાજે દસ હાજર જેટલી માનવ વસ્તી ધરાવતો ટાપુ છે હાલ બેટ દ્વારકામાં છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી ન મળતા ગ્રામ જનો ખુબજ પરેશાન છે ગામના કુવામાં પાણી ઓછું છે અને મોટા ભાગના કુવાઓ ખાલી ખમ છે બહેનો ને દુર દુર સુધી પાણી ભરવા જવું પડે છે.