Air pollution/ ભારતમાં વાયુ પ્રદૂષણની સમસ્યા બની ગંભીર, દર વર્ષે મૃત્યુ દરમાં થઈ રહ્યો છે વધારો

હવામાં રહેલા ઝેરી પ્રદૂષકો અકાળ મૃત્યુ સહિત ગંભીર આરોગ્ય જોખમો ઉભી કરે છે. તેથી, લોકોએ માસ્ક પહેરવા અને જાહેર પરિવહન જેવા રક્ષણાત્મક પગલાંનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સરકાર અને જનતાએ સંયુક્ત પ્રયાસો કરવા પડશે.

Top Stories World
મનીષ સોલંકી 2023 12 01T112225.565 ભારતમાં વાયુ પ્રદૂષણની સમસ્યા બની ગંભીર, દર વર્ષે મૃત્યુ દરમાં થઈ રહ્યો છે વધારો

ભારતમાં વાયુ પ્રદૂષણ (Air pollution )ની સમસ્યા ગંભીર બની રહી છે. અનેક લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામતા હોવાનું સામે આવી રહ્યું છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં દર વર્ષે વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણની સમસ્યાના લોકોના સ્વાસ્થ્ય માટે વધુ ગંભીર બની છે. અભ્યાસ મુજબ ભારતમાં દર વર્ષે બહારના વાયુ પ્રદૂષણથી 21 લાખ 80 હજાર લોકો મૃત્યુ પામે છે. વાયુ પ્રદૂષણથી લોકોના મૃત્યુ થતા હોવા મામલે ભારત ચીન પછી બીજા ક્રમ પર છે.

પરિણામો દર્શાવે છે કે 2019 માં વિશ્વભરમાં 8.3 મિલિયન મૃત્યુ પાર્ટિક્યુલેટ મેટર (PM2.5) અને ઓઝોન (O3)ને કારણે થયા હતા, જેમાંથી 61 ટકા (51 મિલિયન) અશ્મિભૂત ઇંધણ સાથે જોડાયેલા હતા. આ વાયુ પ્રદૂષણ (Air pollution)ને કારણે થતા મહત્તમ મૃત્યુના 82 ટકા છે જે તમામ માનવજાત ઉત્સર્જનને નિયંત્રિત કરીને અટકાવી શકાય છે

સંશોધન મુજબ ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને પરિવહન તેમજ અશ્મિભૂત ઇંધણના ઉપયોગથી થતા વાયુ પ્રદૂષણ (Air pollution)ને કારણે વિશ્વભરમાં દર વર્ષે 51 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં દક્ષિણ અને પૂર્વ એશિયામાં વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ સૌથી વધુ હતા. ચીનમાં દર વર્ષે 24.40 લાખ લોકો અને ભારતમાં 21.80 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી 30 ટકા હૃદય રોગ, 16 ટકા સ્ટ્રોક, 16 ટકા ફેફસાના રોગ અને છ ટકા ડાયાબિટીસ સાથે સંકળાયેલા હતા.

વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ દરમાં વધારો થવા અંગે સંશોધકોએ જણાવ્યું કે અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર બંધ મૃત્યુમાં મોટો ઘટાડો જોવા મળી શકે. નિષ્ણાતના જણાવ્યા મુજબ પાર્ટિક્યુલેટ મેટર (PM), નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા પ્રદૂષકો લોકો માટે ગંભીર શ્વસન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઊભું કરે છે. આ પ્રદૂષકોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મૃત્યુદર વધે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ હોય છે. હવામાં રહેલા ઝેરી પ્રદૂષકો અકાળ મૃત્યુ સહિત ગંભીર આરોગ્ય જોખમો ઉભી કરે છે. તેથી, લોકોએ માસ્ક પહેરવા અને જાહેર પરિવહન જેવા રક્ષણાત્મક પગલાંનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સરકાર અને જનતાએ સંયુક્ત પ્રયાસો કરવા પડશે.