Ajab Gajab News/ પતિ આખી રાત તળાવમાં પકડતો હતો માછલી, કંટાળીને પત્નીએ આપ્યા છૂટાછેડા

પરંતુ વિચારો કે જો છૂટાછેડાનું કારણ માછીમારી છે, તો કદાચ તે સૌથી આઘાતજનક કારણ હશે. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે જ્યાં એક…

Ajab Gajab News Trending
Ajab Gajab Divorce

Ajab Gajab Divorce: પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવાના ઘણા કારણો હોય છે અને ક્યારેક આ ઝઘડા એટલુ મોટું સ્વરૂપ લઈ લે છે કે તે છૂટાછેડાનું કારણ બની જાય છે. પરંતુ વિચારો કે જો છૂટાછેડાનું કારણ માછીમારી છે, તો કદાચ તે સૌથી આઘાતજનક કારણ હશે. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ તેના પતિને માછીમારી માટે છૂટાછેડા આપી દીધા.

આ ઘટના ચીનના એક શહેરની છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ એક મહિલાએ દસ વર્ષ પહેલા એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો હતા. મહિલાએ પોતે જણાવ્યું કે તે ઘણા વર્ષોથી માછલી પકડતો હતો અને કેટલાક સમયથી તે આખી રાત માછલી પકડવા માટે ઘરની બહાર રહેતો હતો. આ દરમિયાન તેણે તેના પતિને ઘણું સમજાવ્યું, પરંતુ પતિ રાજી ન થવાને કારણે તેની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તે ઘરનું તમામ કામ એકલી કરે છે અને ઓફિસ પણ જાય છે અને તેનો પતિ રાત્રે માછલી પકડવા જાય છે અને આખી રાત ત્યાં વિતાવે છે. તેની પાસે પરિવાર માટે સમય નથી.

ચોંકાવનારી વાત એ પણ હતી કે જ્યારે મહિલાએ છૂટાછેડા માટે અરજી કરી ત્યારે તેનો પતિ પણ છૂટાછેડા લેવા માટે રાજી થઈ ગયો. તેનું કહેવું છે કે તે તેની પત્નીની ફરિયાદો અને ઘરેલું ઝઘડાઓથી કંટાળી ગયો હતો. અંતે બંને સમાધાન માટે સંમત ન હતા, જેના કારણે જજે છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. આ સ્ટોરી હવે જોરદાર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: વિવાદ/‘પઠાણ’ વિવાદ વચ્ચે શાહરૂખની પહેલી પ્રતિક્રિયા, ‘હમ હર હાલ મેં પોઝિટિવ રહેગેં’