સ્ટોકહોમ,
છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો, દુનિયાભરમાં સર્વોચ્ચ સન્માન કહેવાતા એવા નોબલ પુરસ્કારના વિજેતાઓના નામ અંગે અનેક અટકળો સામે આવી રહી હતી.
સૌ પ્રથમ ફિઝિયોલોજી અથવા મેડિસિનના ક્ષેત્રનો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે અમેરિકાના જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકું હોન્જો તેમજ ફિઝિક્સના ક્ષેત્રનો વર્ષ ૨૦૧૮નો નોબલ પુરસ્કાર અર્થુર અશ્કિન, ગેરાર્ડ મૌરું અને ડોના સ્ટ્રિકલેન્ડને આપવામાં આવ્યો છે.
જો કે આ બે કેટેગરીમાં નોબલ પુરસ્કાર આપ્યા બાદ શુક્રવારે શાંતિના ક્ષેત્ર માટે નોબલ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરાયા છે. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડોક્ટર ડેનિસ મુક્વેગે અને નાદિયા મુરાદને એનાયત કરવામાં આવ્યો છે.
દુનિયાભરમાં શાંતિના ક્ષેત્રમાં પુરસ્કાર જીતનારા કોંગોના ડોક્ટર ડેનિસ મુક્વેગે અને ઈરાકની ૨૫ વર્ષીય રેપ પીડિતા અને માનવઅધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં યૌન હિંસા વિરુદ્ધ ફાઈટ કરી એને રોકવા પસંદ કરવામાં આવ્યા છે.
જો કે આ બે નામમાં એક નામ એ છે કે, નાદિયા મુરાદ. જે ૨૫ વર્ષીય છોકરીની કહાની સંભાળી સમગ્ર દુનિયા હચમચી ગઈ હતી.
નોબલ પુરસ્કાર વિજેતા નાદિયાની વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૫માં આ એક એવું નામ બની ગયું હતું જેને દુનિયાની સામે સૌથી ખતરનાક આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ)નો અસલી ચહેરો સામે લાવ્યો હતો.
ઈરાકના યાજિદી સમુદાયની નાદિયા મુરાદે કહ્યું હતું કે, કેવી રીતે ISISના આતંકીઓ છોકરીઓ સાથે હેવાનિયત તમામ હદો નેવે મૂકી અને પોતાની ગુલામ બનાવી બળાત્કાર કરતા હતા.
કોણ છે નાદિયા મુરાદ ?
નાદિયા ઈરાકના સિંજર શહેરની રહેવાસી છે.
આ વાત છે આજથી લગભગ ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૪ની કે જયારે દુનિયાના સૌથી ખૂંખાર કહેવાતા આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ)ના આતંકીઓ દ્વારા નાદિયા મુરાદનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પોતાની સાથે લઈ ગયા હતા.
આ દરમિયાન નાદિયાની ઉંમર માત્ર ૨૧ વર્ષ હતી. આ દરમિયાન ISISના ચંગુલમાં ફસાયેલી નાદિયા સાથે આતંકીઓ દ્વારા દિવસ રાત ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
આટલું જ નહિ, તેઓને અલગ – અલગ પ્રકારની શારીરિક અને માનસિક યાતનાઓ પણ આપવામાં આવી હતી.
જો કે ત્યારબાદ એક ઓરડામાં બંધક બનાવીને રાખવામાં આવેલી નાદિયા કેવી રીતે કૂદીને ભાગવામાં સફળ રહી અને ત્યારબાદ તેને જર્મનીમાં શરણ લીધું હતું.
વર્ષ ૨૦૧૫માં જયારે નાદિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં જયારે પોતાની આપબીતી સંભળાવી હતી ત્યારે સમગ્ર દુનિયાભરના લોકો આ સાંભળીને હચમચી ઉઠયા હતા.
યુએનમાં નાદિયાએ જણાવ્યું હતું કે, ISISના આતંકીઓ દ્વારા મહિલાઓ તેમજ છોકરીઓને કેવી રીતે બર્બાદ કરવા માટે ગેંગરેપ કરતા હતા.
નાદિયાએ જણાવ્યું હતું કે, “ISISની યાતનાઓ કેટલી ભયાનક હતી અને ત્યારબાદ તો મહિલાઓ પોતાનું સામાન્ય જીવન પણ જીવી શકતી ન હતી.
જો કે ISISના ચંગુલમાંથી છુટ્યા બાદ નાદિયાએ યૌન શોષણ અને માનવ તસ્કરીની ભોગ બનેલી પીડિત મહિલાઓની મદદ કરવા માટે ૨૦૧૬માં નાદિયાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુડવિલ એમ્બેસેડર બનાવી હતી.
ત્યારબાદ નાદિયા દ્વારા યૌન શોષણ સામે પીડિત મહિલાઓના ન્યાય માટે દુનિયાભરમાં એક અવાજ બની હતી.
નાદિયા મુરાદ પર એક બુક પણ આવી ચુકી છે, જેનું નામ “લાસ્ટ ગર્લ” છે. આ બુકમાં નાદિયાના બાળપણથી લઈ તેની સાથે થયેલી તમામ ઘટનાઓ અને ઈરાકના ગ્રામીણ વિસ્તારોનું વર્ણન કરાયું છે.
આ છે નોબલ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાદની આપબીતી :
“હું બૂમો પાડતી રહી પણ તેઓએ મારી એક પણ વાત ન સાંભળી”..
ઉપર વર્ણવામાં આવેલા શબ્દોમાં એક છોકરીએ ભોગવેલી એ કરુણ દાસ્તાન છે, જે વાંચી કે સાંભળી તમારા રૂવાંટા ઉભા થઇ શકે છે.
છોકરીઓને સેક્સ સ્લેવ બનાવીને રાખવામાં આવી
ISISના ગુર્દો દ્વારા આચરવામાં આવેલી હેવાનીયત અંગે પોતાની જુબાની આપબીતી સંભળાવતા નાદિયા એ કહ્યું હતું કે, ઓગસ્ટ, ૨૦૧૪માં isisના આતંકીઓ દ્વારા ૧૫૦ યાજીદી પરિવારો સાથે તેઓની છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અહિયાથી આ તમામ છોકરી ઓને isisના ગઢ કહેવાતા મોશુલ શહેરમાં લાવવામાં આવી હતી.
નાદિયાએ આતંકીઓ દ્વારા કરાયેલા અત્યાચારો અંગે કહ્યું હતું કે, isis ગુર્દો દ્વારા છોકરીઓને ત્રણ મહિના સુધી સેક્સ સ્લેવ બનાવીને રાખવામાં આવી હતી.
આ ઉપરાંત આતંકીઓ દ્વારા છોકરીઓને એક પ્રકારના સામાનની જેમ જ ઉપયોગ કરવામાં આવતો હતો અને તેઓ પોતાની હવસની ભૂખ સંતોષતા હતા. બીજી બાજુ આ ક્રૂરતાને જોઈ કેટલીક છોકરીઓ એ તો ધાબા પરથી કૂદીને આત્મહત્યા પણ કરી હતી.
નાદિયાએ કહ્યું હતું કે, ISISના આતંકવાદીઓ છોકરીઓ બેહોશ ન થાય ત્યાં સુધી બળાત્કાર કરતા હતા અને પોતાની ભૂખ સંતોષતા હતા.
ભાગતા પકડાઈ જવા પર કરવામાં આવતો હતો ગેંગરેપ
પોતાની કરુણ દાસ્તાન સમાન આપબીતી જણાવતા નાદિયા લખે છે કે, “ઘણીવાર ISISના ચંગુલમાંથી ભાગવા માટેની કોશિશ કરી હતી અને તેને ઘણીવાર પકડી લેવામાં આવી હતી. ત્યારબાદ જયારે પણ કોઈ છોકરી ભાગતા પકડાઈ જાય ત્યારે તેને પકડી લેવામાં આવતી હતી અને તેઓની સાથે સામુહિક બળાત્કાર કરવમાં આવતો હતો.
નાદિયાએ પોતે પણ ભાગતા પકડાઈ ગઈ હતી, અને ત્યારબાદ આચરવામાં આવેલી ક્રુરતા અંગે તે જણાવે છે, “એકવાર હું એ પણ મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી પોશાક પહેરીને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ આ દરમિયાન મને ગાર્ડે પકડી લીધી હતી.
ભાગતા પકડાઈ ગયા બાદ મારી સાથે મારપીટ કરવામાં આવી હતી અને છ ISISના ગુર્દોની પોતાની સેન્ટ્રીને સોપવામાં આવી હતી. આં તમામ ગુર્દોએ મારી સાથે ત્યાં સુધી ગેંગરેપ કર્યો હતો,જ્યાં સુધી હું બેહોશ ન થઇ જવ”.
નાદિયા આગળ લખે છે કે, “આગળના સપ્તાહે મને વધુ ૬ ISISના આતંકીઓની અન્ય એક સેન્ટ્રીને સોપવામાં આવી હતી. આ આતંકીઓ દ્વારા પણ મારી સાથે સતત ગેંગરેપ કરવામાં આવતો અને મારપીટ પણ કરાતી હતી”.
ઇસ્લામ કબૂલ કરવા માટે આતંકવાદીઓએ કર્યું હતું દબાણ
સેક્સ વિકટીમ નાદિયા મુરાદે કહ્યું હતું કે, ઇરાકના સિંજરમાં ISISના આવતા પહેલા યજીદી સમુદા ના લોકો રહેતા હતા અને સિંજરના કોચોમાં નાદિયાનું ઘર હતું.
જો કે ત્યારબાદ અચાનક જ એક દિવસે તેઓના ગામમાં આતંકીઓનું ફરમાન આવ્યું હતું અને ઇસ્લામ કબૂલ કરાવવા માટે દબાણ કર્યું હતું.
૩૦૦થી વધુ પુરુષોને મારવામાં આવી ગોળી
નાદિયાએ આતંકવાદીઓની એ ક્રૂરતા અંગે પણ કહ્યું હતું કે, isis ના ગુર્દો દ્વારા તેઓના પરિવારની સાથે અન્ય યાજીદી પરિવારના લોકોને ઘરની બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ મહિલાઓને એક બસમાં બેસાડીને કોઈ અન્ય સ્થાને લઈ ગયા હતા.
ત્યારબાદ આતંકીઓએ યાજીદી પરિવારના ૩૦૦ જેટલા પુરુષોને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાદિયા ભાઈઓની સાથે ગામની વૃધ્ધ મહિલાઓની પણ હત્યા કરાઈ હતી.