વિવાદ/ આદિપુરુષ ફિલ્મ રાઇટર મનોજ મુન્તશીરે મુંબઈ પોલીસ પાસે માગી સુરક્ષા, કહી આ વાત

આદિપુરુષ ફિલ્મનો વિવાદ હવે જીવના જોખમે પહોંચ્યો છે. આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ લખનાર મનોજ મુન્તશીરે હવે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી સુરક્ષાની માગ કરી છે.

Top Stories Entertainment
આદિપુરુષ

આદિપુરુષ ફિલ્મનો વિવાદ હવે જીવના જોખમે પહોંચ્યો છે. આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ લખનાર મનોજ મુન્તશીરે હવે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી સુરક્ષાની માગ કરી છે. મનોજ મુન્તશીરે મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માગી છે. જોકે, મનોજની આ માગ પર મુંબઈ પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે તે તેના કેસ પર વિચાર કરી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ સુરક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે આદિપુરુષ ફિલ્મના ડાયલોગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને 5 ડાયલોગને લઈને ઘણો વિવાદ છે.

પહેલો ડાયલોગ છે… બોલ દિયા, જો હમારી બેહેન કો હાથ લગેંગે, ઉનકી લંકા લગા દેંગે. આ ઉપરાંત, ફિલ્મમાં એક જગ્યાએ, રાક્ષસ હનુમાનને કહે છે કે….યે લંકા ક્યા તેરી બુઆ કા બગીચા હૈ, જો હવા ખાને ચલા આયા….ઘણા લોકો આ પ્રકારના ડાયલોગ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય એક ડાયલોગને છે… મેરે એક સપોલે ને તુમ્હારા ઇસ શેષ નાગ કો લંબા કર દિયા…અભી તો પુરા પિટારા ભરા પડા હૈ…તે જ સમયે અન્ય એક ડાયલોગ છે…ભૈયા આપ અપને કાલ કે લીએ કાલીન બીછા રહે હૈ….

1687167541928adipurus આદિપુરુષ ફિલ્મ રાઇટર મનોજ મુન્તશીરે મુંબઈ પોલીસ પાસે માગી સુરક્ષા, કહી આ વાત

આ વિવાદ પર મનોજ મુન્તશીરે શું કહ્યું?

હવે આવા ડાયલોગ પર મનોજ મુન્તશીરે કહ્યું છે કે અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે અહીં રામાયણની નકલ કરીને બતાવી રહ્યા છીએ. અહીં આજના યુગ પ્રમાણે અને આજની ભાષા પ્રમાણે તેના ડાયલોગ જાણીજોઈને લખવામાં આવ્યા છે. જેથી યુવાનો સરળતાથી સમજી શકે. તે જ સમયે, આદિપુરુષ ફિલ્મને લઈને સતત હોબાળો ચાલી રહ્યો છે. ભારત ઉપરાંત પાડોશી દેશ નેપાળમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે નેપાળના તમામ થિયેટરોને આદિપુરુષ ફિલ્મ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે ભારતીય ફિલ્મ “આદિપુરુષ”ના નિર્માતાઓને સીતાના જન્મસ્થળ વિશેની ભૂલ સુધારવા માટે કહ્યું તે પછી શહેરના સિનેમાઘરોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મમાં રાઘવ (રામ) તરીકે પ્રભાસ, જાનકી (સીતા) તરીકે કૃતિ સેનન, શેષ (લક્ષ્મણ) તરીકે સન્ની સિંહ અને લંકેશ (રાવણ) તરીકે સૈફ અલી ખાન છે.

Adipurush Controversy: आदिपुरुष विवाद के बीच मनोज मुंतशिर ने मांगी पुलिस सुरक्षा, बताया जान का खतरा

આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને ટી-સીરીઝ દ્વારા નિર્મિત છે.

આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને ટી-સીરીઝ દ્વારા નિર્મિત છે. મેયર શાહે ગુરુવારે ફેસબુક પર લખ્યું, “જ્યાં સુધી દક્ષિણ ભારતીય ફિલ્મ ‘આદિપુરુષ’માં રહેલી ‘જાનકી ભારત કી બેટી હૈ’ લાઇનને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી માત્ર નેપાળમાં જ નહીં પરંતુ ભારતમાં પણ કોઈપણ હિન્દી ફિલ્મના સ્ક્રીનિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી.”

સીતાને ભારતની પુત્રી અંગે સંવાદ

નેપાળના બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એમ પણ કહ્યું હતું કે સીતાને “ભારતની બેટી” તરીકે ઓળખાવતો ડાયલોગ બદલાયા પછી જ ફિલ્મને સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે. પૌરાણિક ગ્રંથો અનુસાર, સીતાનો જન્મ નેપાળમાં સ્થિત જનકપુરમાં થયો હોવાનું માનવામાં આવે છે. એક ફેસબુક પોસ્ટમાં શાહે મેકર્સને ત્રણ દિવસમાં ડાયલોગ બદલવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો:વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન

આ પણ વાંચો:કરણની થઇ દ્રિશા, સની દેઓલ બન્યા સસરા, પેવેલિયનમાંથી સામે આવ્યો લગ્નનો પહેલો ફોટો

આ પણ વાંચો:પૌત્ર કરણ દેઓલના લગ્નમાં બારાતી બનેલા દાદા ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ, વરઘોડામાં દેખાઈ રોનક

આ પણ વાંચો:કોઈની ઉંમર 66 પ્લસ તો કોઈની 87, આ ઉપરાંત બોલિવૂડમાં સ્ટાઇલના છે બાપ