Aadhar Scam/ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે અસલી આધાર બનાવનારાઓ સામે એજન્સીઓ બની ‘ધારદાર’

સુરતમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટથી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. જેમાં અધિકૃત એજન્ટ સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2012થી કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચમાંથી ત્રણ શખ્સોને એજન્સીએ બ્લેક લિસ્ટ કર્યા હતા.

Top Stories Gujarat Surat
Aadhar Scam સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે અસલી આધાર બનાવનારાઓ સામે એજન્સીઓ બની 'ધારદાર'

સરકાર કોઈપણ યોજના લોકો માટે લાવે તે યોજનાનું Aadhar Scam ચીરહરણ કરનારાઓનો રીતસરનો રાફડો ફાટી નીકળે છે. તેના પરિણામે લોકોના માટે લાવવામાં આવેલી યોજના લોકોના જ માટે માથાનો દુઃખાવો બનીને રહી જાય છે. આવું જ આધાર કાર્ડનું છે. સરકાર પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડની જેમ આધાર કાર્ડ લોકોની સગવડ માટે લાવ્યું છે, પણ તેનો પણ દુરુપયોગ થવા માંડ્યો છે.

સુરતમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટથી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. જેમાં અધિકૃત એજન્ટ સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2012થી કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચમાંથી ત્રણ શખ્સોને એજન્સીએ બ્લેક લિસ્ટ કર્યા હતા.

આ કૌભાંડકારીઓ 1500થી 3000રૂપિયામાં આધાર કાર્ડ બનાવવી Aadhar Scamઆપતા હતા. સુરત પોલીસે પુણા વિસ્તારમાંથી કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેના પગલે મોટા પ્રમાણમાં દુકાનમાંથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મળ્યા છે. શહેરમાં ડુપ્લીકેટ ડોક્યુમેનટ પર ઓરિજિનલ આધાર કાર્ડ બનતા હતા. જેમાં SOG દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેમાં આધાર કાર્ડ બનાવતી એજન્સીના અધિકૃત બે એજન્ટ ઝડપાયા છે. વર્ષ 2012થી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ઉભા કરી ઓરીજનલ આધારકાર્ડ બનાવતા હતા. પાંચમાંથી ત્રણ ગુનેગારોને એન્જસીમાંથી બ્લેક લિસ્ટ કર્યા હતા. તેઓએ હજારોની સંખ્યામાં અત્યાર સુધી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ આધારે આધાર કાર્ડ બનાવ્યા છે. હવેસવાલ એ છે કે આટલા સમયમાં તેઓ દ્વારા બનાવવામાં આવેલા નકલી આધારનું શું છે.

mAadhaar

mAadhaar આધાર એ મોબાઈલ આધારનો એક પ્રકાર છે. તેને Aadhar Scam મોબાઈલ એપની અંદર સુરક્ષિત રાખી શકાય છે. તમે આ એપને ગૂગલ પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એપમાં એકવાર ભરીને આધાર નંબરની વિગતો સેવ કરવામાં આવી છે. ઈ-આધારની જેમ, m-આધાર પણ આધાર નોંધણી અથવા અપડેટ સાથે આપમેળે જનરેટ થાય છે. તે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તે UIDAI દ્વારા પણ જારી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ વાઇસ ચાન્સેલર/ ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે

આ પણ વાંચોઃ પીએમ મોદી-અમેરિકા પ્રવાસ/ PM મોદીના US પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો કયા દિવસે મળશે બિડેનને

આ પણ વાંચોઃ માર્ગ અકસ્માત/ ગાંધીનગરના કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા થઇ જોરદાર ટક્કર, એક વ્યક્તિનું મોત

આ પણ વાંચોઃ US Shootout/ અમેરિકામાં શૂટઆઉટ વીકેન્ડઃ 29 ઠાર અને 74થી વધુને ઇજા

આ પણ વાંચોઃ ઓટાવા/ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા, NIAએ રાખ્યું હતું 10 લાખનું ઈનામ