મુંબઇ
‘મનમર્જિયા’ ફિલ્મ રિલીઝ થયા પછી તેના સીન્સને લઈને વિવાદમાં આવી છે. શીખ સમુદાયે ફિલ્મના કેટલાક સીન્સ પર વિરોધ દર્શાવ્યો છે. વિરોધ કરવામાં આવ્યા પછી નિર્માતાઓએ ત્રણ સીન્સ હટાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાંથી એક સીનમાં તાપસી પન્નુને ગુરુદ્વારાની બહાર સિગરેટ પીતી બતાવવામાં આવી હતી. આ સીનને લઈને ટ્રોલ થઇ રહેલ તાપસીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. તાપસીએ ગુરુદ્વારાની બહાર ફૂલ ડ્રગ ટેસ્ટની માંગ કરી છે.
સોશિયલ મીડીયા પર કોઇકે લખ્યું કે તાપસી પર ફિલ્માવામાં આવેલ સિગરેટ વાળા સીન પર લખ્યું કે ‘હા મને ખબર છે શરાબ પીવો પણ પ્રતિબંધિત છે. પરંતુ સ્મોકિંગ એક એવી વસ્તુ છે જેને તેમે ક્યારે પણ કોઈ શીખને કરતા નહીં જોયા હોય.
તાપસીએ આના જવાબમાં લખ્યું કે ‘મને વિશ્વાસ છે કે વાહેગુરુએ દારૂ પીવાની સંમતી આપી હશે પરંતુ સ્મોકિંગ કરવાની નહીં. નકર આટલા સમજદાર, પવિત્ર અને ધર્મિક લોકો વિરોધ કેમ કરતા?’
વધુ એક ટ્રોલને જવાબ આપતા તાપસી પન્નુથી ગુરુદ્વારા બહાર ફૂલ ડ્રગ ટેસ્ટની માંગ કરી છે.
શીખ સમુદાયઓને આ ત્રણ સીન્સ પર વિરોધ દર્શાવ્યો..
1.ફિલ્મના જે સીન દુર કર્યા છે તેમનો પહેલો સીન 29 સેકેન્ડનો છે. આ સીનમાં અભિષેક બચ્ચન સિગરેટ પીતા જોવા મળે છે.
2.બીજો સીન એક મિનીટ એક સેન્કડનો છે. જેમાં દુલ્હા-દુલ્હન બનેલ અભિષેક અને તાપસી ગુરુદ્વારામાં આવે છે. આ દરમિયાન તાપસી તેના પાસ્ટ વિશે વિચારે છે.
3.ત્રીજો સીન 11 સેન્કડનો છે. જેમાં તાપસી પન્નુ સિગરેટ પીતા જોવા મળશે. કુલ મળીને 1 મિનીટ 41 સેન્કડના અલગ-અલગ વિજુઅલ્સને ડિલીટ કરવામાં આવ્યા છે. જણાવીએ કે આ સીન પર શીખ સમુદાયે વિરોધ વ્યક્ત કરો હતો. શીખોના એક પ્રમુખ સમુદાયે જમ્મુ-કાશ્મીરની હાઈકોર્ટની જમ્મુ ડિવિઝન અરજી નોંધાવી વિરોધજનક સીનને દૂર કરવાની માંગ કરી હતી. નિર્માતાઓમાંથી ઇરોઝે આ સીન દુર કરવાની પુષ્ટિ કરી છે.
આપને જાણવી દઈએ કે શીખ કોમ્યુનિટી ફિલ્મના કેટલાક સીન પરના વિરોધ પછી નિર્માતાઓએ ફિલ્મની 1 મિનિટ 41 સેકન્ડના સીન ફિલ્મ કાઢી નાખી છે. અગાઉ, અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી કે તેમની લાગણીઓને ફિલ્મના કારણે દુભાવી હતી.