Not Set/ બીગ બોસ ફેઇમ એજાઝ ખાન વિરૂધ્ધ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં પાયલ રોહતગીએ નોંધાવી ફરિયાદ

  અમદાવાદ પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ અને બોલીવુડ અભિનેતા એઝાઝ ખાનને  સોશિયલ મીડીયામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવો વીડીયો પોસ્ટ કરવાના કારણે પોલિસ ફરિયાદોનો સામનો કરવો પડી રહ્યો છે.સાંપ્રદાયિક સદભાવનાને ઠેસ પહોંચે તેવા વીડીયો પોસ્ટ કરવાને કારણે એજાઝની મુંબઇ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. તો હવે બીજી બાજુ અમદાવાદમાં પણ એઝાઝ ખાન વિરુદ્ધ […]

Top Stories Gujarat
ajaz khan 1 બીગ બોસ ફેઇમ એજાઝ ખાન વિરૂધ્ધ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં પાયલ રોહતગીએ નોંધાવી ફરિયાદ

 

અમદાવાદ

પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ અને બોલીવુડ અભિનેતા એઝાઝ ખાનને  સોશિયલ મીડીયામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવો વીડીયો પોસ્ટ કરવાના કારણે પોલિસ ફરિયાદોનો સામનો કરવો પડી રહ્યો છે.સાંપ્રદાયિક સદભાવનાને ઠેસ પહોંચે તેવા વીડીયો પોસ્ટ કરવાને કારણે એજાઝની મુંબઇ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.

તો હવે બીજી બાજુ અમદાવાદમાં પણ એઝાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એઝાઝ ખાન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અભિનેત્રી પાયલ રોહતગીએ ફરિયાદ નોંધાવી છે.પાયલ રોહતગીએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવીને તેમના પર અનેક આરોપ લગાવ્યા હતા.

થોડા સમય પહેલાં પાયલ રોહતગીએ એક વીડીયો તેમના સોશિયલ મીડીયા એકાઉન્ટ પર શેર કર્યો હતો જેમાં તેમણે ધર્મ અને રાજકારણ પર પોતાના વિચારો રજુ કર્યા હતા.પાયલના આ વીડીયોની પ્રતિક્રિયા આપતા એજાઝે પણ વીડીયો શેર કર્યા હતા જેમાં તેમની પર આરોપ છે તે પ્રમાણે તેમણે સાંપ્રદાયિક સદભાવના ભડકે તેવા વીડીયો મુક્યા હતા.

એજાઝ ખાને ઝારખંડમા મોબ લિન્ચિંગની ઘટના બાદ TikTokના કેટલાક સ્ટાર્સ સાથે એક વીડિયો બનાવી શેર કર્યો હતો. તેમા મુંબઇ પોલીસનો મજાક ઉડાવતા કહેવામાં આવ્યું હતું કે હવે કોઇ આંતકી બને છે તો કંઇ ન કહેતા.

આપને જણાવીએ કે, 28 જૂને પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કરી એજાઝ ખાને એક ધર્મ વિશેષના લોકોને કાનૂની કે ગેરકાનૂની રીતે રસ્તા પર ઉતરીને મોબ લિન્ચિંગની ઘટનાઓ વિરુદ્ધ પ્રોટેસ્ટ કરવાની અપીલ કરી હતી. વીડિયોમાં જેને સાંપ્રદાયિક કહેવામાં આવી રહ્યું છે કે તેમા એજાઝ ખાન કેટલાક સંગઠનો પર આરોપ લગાવી રહ્યા છે.

એજાઝ ખાનના આ વીડીયોના મામલે મુંબઇ પોલિસે તેમની ધરપકડ કરી છે અને હવે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચમાં પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.