Not Set/ લોકજીભે ચઢેલી ગુજરાતી ફિલ્મ “21મું ટીફિન”નું ટ્રેલર થયું રિલીઝ

21મું ટીફિન ફિલ્મમાં રોનક કામદાર, નેત્રી ત્રિવેદી, નિલમ પંચાલે અભિનય કર્યો છે. જયારે આ ફિલ્મને રામ મોરીએ લખી છે કે જે તેમના વાર્તા સંગ્રહ “મહોતું” માં ટૂંકી વાર્તા “21મું ટીફિન” આધારિત છે.

Entertainment
21મું ટીફિન

તાજેતરમાં જ ગોવા ખાતે યોજાઈ ગયેલા IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા-2021)માં ઇન્ડિયન પેનોરમા ફિલ્મ ફેસ્ટીવલમાં ગુજરાતી ફિલ્મ “21મું ટીફિન”ની પસંદગી થતાં ગુજરાતી સિનેમામાં અને ગુજરાતીઓમાં ખુશીની લહેર પ્રસરેલી જોવા માટે મળી રહી છે. આ પહેલા ભવની ભવાઈ, હું હુંશી ને હુંશીલાલ પછી 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતી ફીચર ફિલ્મની પસંદગી થઈ હતી.

21મું ટીફિન ફિલ્મમાં રોનક કામદાર, નેત્રી ત્રિવેદી, નિલમ પંચાલે અભિનય કર્યો છે. જયારે આ ફિલ્મને રામ મોરીએ લખી છે કે જે તેમના વાર્તા સંગ્રહ “મહોતું” માં ટૂંકી વાર્તા “21મું ટીફિન” આધારિત છે. ફિલ્મમાં મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યું છે, ફિલ્મના ગીત પાર્થ તારપરાએ લખ્યાં છે જયારે સમગ્ર ફિલ્મનું નિર્દેશન વિજયગીરી બાવાએ કર્યું છે.

ફિલ્મના ટ્રેલરમાં વાર્તા એક મધ્યમવર્ગીય પરિવારની છે. જેમાં પરિવારની એક મહિલા ટીફીન સર્વિસ ચલાવે છે અને તે પરિવારની પણ તમામ પ્રકારની ફરજ પણ સાથે સાથે અદા કરે છે. દીકરીના રોલથી લઈને ગૃહિણીના રોલ સુધી. તેમને એક દીકરી પણ છે. તેમને સતત પોતાની દીકરીમાં કઈક ખૂટતું હોય તેવું જોવા માટે મળતું હોય છે અને અચાનક 21માં ટીફીનનો યુવાન ગ્રાહક તેમની દીકરીમાં સંપર્કમાં આવે છે અને તેના જીવનમાં વળાંક આવે છે.

21માં ટીફિનનો જો તમે આનંદ માણવા ઇચ્છતા હોય તો 10મી ડિસેમ્બરના રોજ સિનેમાગૃહમાં રજૂ થશે.

ઉલ્લેખનીય છે કે, વિજય ગીરી બાવા આ પહેલા મોન્ટુની બીટ્ટુ, પ્રેમજી, તથા ઘણી સરકારી ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ચૂક્યા છે જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.