G-20 summit/ PM મોદીની જો બિડેન સાથેની બેઠકમાં અનેક મુદ્દા પર થઇ ચર્ચા,અમેરિકા રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3 માટે શુભેચ્છા પાઠવી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જી-20 સમિટ માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમનું એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે સ્વાગત કર્યું હતું.

Top Stories India
3 2 2 PM મોદીની જો બિડેન સાથેની બેઠકમાં અનેક મુદ્દા પર થઇ ચર્ચા,અમેરિકા રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3 માટે શુભેચ્છા પાઠવી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જી-20 સમિટ માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમનું એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રંગારંગ કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ જોયા બાદ બિડેન મંત્રમુગ્ધ દેખાતા હતા. એરપોર્ટથી તેઓ સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંનેએ હાથ મિલાવ્યા અને પછી મીટિંગ માટે અંદર ગયા. હાલમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમના નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે.પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું- બંને વચ્ચેની ચર્ચામાં ઘણા પ્રકારના મુદ્દા સામેલ હતા. તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.. જે બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે- અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે અનેક મુદ્દે ચર્ચા થઈ. તો બિડને વડાપ્રધાન મોદીને ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની પણ શુભેચ્છા પાઠવી.

ઉલ્લેખનીય છે કે આ બેઠક દરમિયાન 5જી અને 6જી સ્પેક્ટ્રમ, યુક્રેનનો મુદ્દો, સિવિલ ન્યુક્લિયર ક્ષેત્રે પ્રગતિ અને વધી રહેલા ટેકનો ઉદ્યોગ પર ઊંડી ચર્ચા થઈ શકે છે. સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે, આવા કોઈ રીપોર્ટની ખાતરી કરાઈ નથી. અમેરિકા, ખાડી દેશો અને અન્ય આરબ દેશને જોડવા માટે ભારત અને અખાતી દેશ સાથે એક રેલવે વ્યવહાર પર સમજુતી થઈ શકે છે. એવી એક યોજના તૈયાર કરાઈ રહી છે. પણ આ એક પહેલ છે, જેમાં અમેરિકાએ પણ પોતાના સાથીઓ સાથે પ્રયાસ કર્યો છે. જોકે, આ સમગ્ર વાત અંગે કોઈ ખાતરી કરવામાં આવી નથી. બાઈડન અમેરિકાના આઠમા રાષ્ટ્રપ્રમુખ છે જેઓ ભારતની મુલાકાતે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે G-20 સમિટ માટે એક પછી એક વિદેશી મહેમાનો દિલ્હી પહોંચી રહ્યા છે. બિડેન પહેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ભારત પહોંચ્યા હતા. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સહિત ઘણા દેશોના વડાઓ દિલ્હી પહોંચી ગયા છે.