સુરત/ ધો.10 માં ત્રણ વખત નાપાસ થતા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

સચિન વિસ્તારમાં રહેતી ઘોરણ 10 ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુરતના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું….

Gujarat Others
આપઘાત
  • સુરતના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીનો આપઘાત
  • ધો.10ના વિદ્યાર્થિનીએ 3 વખત નાપાસ થતા કર્યો આપઘાત
  • વિદ્યાર્થીની માનસિક તાણમાં રહેતી હતી
  • પંખા સાથે દુપટ્ટો બાંધી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ગત સોમવારે નિધિએ આપઘાત કર્યો
  • વિદ્યાર્થિનીને તાત્કાલિક નવીસિવિલ હોસ્પિટલ ખસેડી હતી
  • જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી

છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે,મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચીનમાં ઓમ સાંઈ પાર્કમાં રહેતા અમરનાથ પ્રજાપતિ સચિન જીઆઈડીસીમાં મીલમાં નોકરી કરે છે. અમરનાથની પત્ની ભાવનાબેનના પહેલા પતિ મુકેશભાઈ સાથે 10 વર્ષ પહેલા છુટાછેડા લઇને અમરનાથ સાથે બીજા લગ્ન કરીને તેની બે પુત્રી સાથે જીવન ગુજરાતી હતી. જે બે પુત્રી પૈકી 17 વર્ષીય નિધિ સચિનમાં સનલાઈટ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી.

આ પણ વાંચો :ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, એકનું કરુણ મોત

આપને જણાવી દઈએ કે, સુરતના સચિન વિસ્તારમાં રહેતી ઘોરણ 10 ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુરતના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. ઘોરણ 10 માં ત્રણ વખત નાપસ થયા બાદથી જ આ વિદ્યાર્થિની માનસિક તાણવમાં રહેતી હતી. પહેલી વખત તબિયત ખરાબ થવાથી પરીક્ષા ન આપી શકી હતી. બીજી વખતે તેણે પરીક્ષા આપતા ત્રણ વિષયમાં નાપાસ થઇ હતી. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તેણે ત્રીજી વખત ત્રણ વિષયની પરીક્ષા આપતા તે બે વિષયમાં નાપાસ થઈ હતી. તેણી ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થતા તાણવમાં રહેતી હતી.

આ પણ વાંચો :વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યા કરનારો આરોપી ઝડપાયો

આ જ કારણ  છે કે તેણે ગત સોમવારે તણાવમાં આવીને તેના ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. જયારે પરિવારને આ વાતની જાણ થઇ તો તેઓ તરત જ વિદ્યાર્થિનીને નવીસિવિલ હોસ્પિટલમાં લઇ ગયા જયારે ફરજ પર હાજર ડોક્ટરે વિદ્યાર્થિનીને મૃત ઘોષિત કરી હતી. હાલ આ વિદ્યાર્થિનીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :વરસાદને કારણે ભોગાવા નદીમાં પાણી આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો

આ પણ વાંચો :પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની તત્કાલ હકાલપટ્ટી