Guru Purnima 2023 Gifts/ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ gifts

આજે એટલે કે 3જી જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. જીવનમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે. કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તેના શિક્ષણ પર નિર્ભર છે અને સારું શિક્ષણ આપવું તે શિક્ષકોના હાથમાં છે, તેથી આ ભેટો દ્વારા તમારા શિક્ષકોને આ દિવસે સ્પેશીયલ ફિલ કરાવો.

Top Stories Lifestyle
Gurupurnima Gifts For Teacher

ગુરુ પૂર્ણિમાનો તહેવાર આજે એટલે કે 3 જુલાઈ, 2023 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ આપણા ગુરુને યાદ કરવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જો કે આ માટે એક દિવસ પૂરતો નથી, કારણ કે શિક્ષકો દ્વારા આપવામાં આવેલ ઉપદેશો જીવનના દરેક તબક્કે ખૂબ જ ઉપયોગી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવી-દેવતાઓ કરતાં ગુરુનું સ્થાન ઊંચું છે. ગુરુ વિના કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું સહેલું નથી.

ગુરુ પૂર્ણિમાના તહેવારને મહાભારત, ભગવદ્ ગીતા, ચાર વેદ અને અન્ય ધાર્મિક ગ્રંથોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ જીનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખે થયો હતો અને આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે સપ્તર્ષિઓ (તેમના શિષ્યો) ને યોગના સાત મૂળભૂત સ્વરૂપો વિશે જણાવ્યું હતું. આ દિવસે ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો અને આ દિવસે જ ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરએ ગૌતમ સ્વામીને તેમના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. તેથી ઘણી રીતે ગુરુ પૂર્ણિમાનો દિવસ વિશેષ છે.

ગુરુ પૂર્ણિમાના દિવસે, લોકો તેમના પ્રિય શિક્ષકોને યાદ કરે છે અને તેમને મળવા જાય છે. જો મળવું શક્ય ન હોય તો તેઓ ફોન કરે છે, મેસેજ કરે છે અને કેટલાક લોકો તેમને ભેટ પણ આપે છે. જો તમે પણ આ અવસર પર તમારા પ્રિય ગુરુને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો તમને અહિયાથી કેટલાક આઈડિયા મળી રહેશે.

પુસ્તકો

પુસ્તકોથી વધુ સારો સાથ કોઈનો હોઈ જ ના શકે, અને શિક્ષકો માટે તો આનાથી સારી  ભેટ પણ કોઈ ન હોઈ શકે.  તો આ વખતે કોઈ એવું પુસ્તક ભેટમાં આપીએ કે જે તેમના રસનું હોય, જેમ કે મુસાફરી સંબંધિત, નવી તકનીકીઓથી ભરપૂર, રસોઈની વિશેષતાઓથી ભરપૂર. . આ માટે બસ તમારે ફક્ત તેમની રુચિ વિશે જાણવાની જરૂર છે.

ટ્રાન્સલેટર 

જો તમારા શિક્ષક વારંવાર વિદેશ પ્રવાસ કરે છે, તો તમે તેમને ડિજિટલ  લેન્ગવેજ ટ્રાન્સલેટર આપી શકો છો જેનો તેઓ તેમની વિદેશ યાત્રા દરમિયાન ઉપયોગ કરી શકે છે. આ ખરેખર ખૂબ જ ઉપયોગી ભેટ છે.

સ્ટેશનરી ઓર્ગેનાઈઝર 

આની જરૂર લગભગ દરેક શિક્ષક અને બાળકને હોય છે, તો  તેમના માટે આ પણ એક સારી ભેટ સાબિત થઈ શકે છે. આ સાથે, તેઓ તેમની તમામ સ્ટેશનરી સારી રીતે મેનેજ કરી શકશે.

આ સિવાય કોફી મગ, પેન અથવા પેન હોલ્ડર, લેપટોપ બેગ, વોલેટ જેવી બીજી ઘણી વસ્તુઓ છે જે તેમના ઉપયોગની છે.

આ પણ વાંચો:Amarnath Yatra 2023/ જો તમે અમરનાથ યાત્રામાં ભાગ લઈ રહ્યા છો, તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

આ પણ વાંચો:Hair Care Tips/  ચોમાસામાં કેળાના ઉપયોગથી બનાવો તમારા વાળને મજબૂત અને સુંદર , જાણો તેના 5 ફાયદા