વ્યાપાર જગતમાંથી આવી રહેલા મોટા સમાચાર મુજબ, હવે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે (Twitter) મંગળવારે ટેસ્લા (Tesla) ના સ્થાપક એલોન મસ્ક (Elan Musk) વિરુદ્ધ 44 બિલિયનની ડીલ કેન્સલ કરવા માટે મોટો કેસ દાખલ કર્યો છે. અમેરિકન લો ફર્મ વોચેલ, લિપ્ટન, રોસન અને કોટ્ઝ એલ. આલે.પી (LLP) ટ્વિટર વતી આ કેસ લડશે, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે, એલોન મસ્કે 44 બિલિયનની ટ્વિટર ડીલ રદ કરવાનો નિર્ણય કર્યો. આ અંગે એલોન મસ્કે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરએ તેમની કે તેમના લોકો સાથે ફેક અને સ્પામ એકાઉન્ટની માહિતી માંગણી પર પણ શેર કરી નથી.
આપને જણાવી દઈએ કે ટેસ્લાના માલિક એલોન મસ્ક દ્વારા 44 બિલિયનની ડીલ કેન્સલ કર્યા બાદ ટ્વિટરના શેરમાં 11. 3%નો ઘટાડો હતો. તે જ સમયે, એલોન મસ્કની માલિકીની ઓટોમોટિવ કંપની ટેસ્લાના શેર્સ, એલોન મસ્ક દ્વારા તેના ટ્વિટર ખરીદવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી 27% ઘટી ગયા છે, જે તે સમયગાળા દરમિયાન S&P 500 માં એકંદરે 10% ઘટાડા કરતાં વધુ છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુરુ પૂર્ણિમા’ નિમિત્તે લોકોને પાઠવી શુભેચ્છા, શેર કર્યો આ ખાસ વીડિયો
આ પણ વાંચો:દેશમાં કોરોનાના વધઘટ સાથે નવા 16,906 કેસ,45 દર્દીના મોત