strikes/ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો, હમાસ કમાન્ડર સહિત 7ના મોત,40થી વધુ ઘાયલ

ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટી સ્ટ્રાઇક કરી છે. શુક્રવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં વરિષ્ઠ હમાસ કમાન્ડર સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 40 ઘાયલ થયા

Top Stories World
7 8 ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો, હમાસ કમાન્ડર સહિત 7ના મોત,40થી વધુ ઘાયલ

યુએસ સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ તાઇવાન પર તણાવ વચ્ચે ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર મોટી સ્ટ્રાઇક કરી છે. શુક્રવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં વરિષ્ઠ હમાસ કમાન્ડર સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 40 ઘાયલ થયા. વરિષ્ઠ પેલેસ્ટિનિયન વિદ્રોહીની ધરપકડ બાદ પશ્ચિમ કાંઠે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલે હુમલો કર્યો  છે. હુમલાથી હમાસ શાસિત પ્રદેશમાં તણાવ વધી ગયો છે જ્યાં લગભગ 20 લાખ પેલેસ્ટિનિયનો રહે છે. હમાસના એક વરિષ્ઠ કમાન્ડરના મોત બાદ ગાઝામાંથી રોકેટ છોડવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે આ ક્ષેત્રમાં વધુ એક યુદ્ધ થઈ શકે છે.

ગાઝા શહેરમાં એક વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો, જ્યાં એક ઊંચી ઇમારતના સાતમા માળેથી ધુમાડો નીકળતો હતો. બળવાખોર જૂથ હમાસે કહ્યું કે તેનો વરિષ્ઠ કમાન્ડર તૈસીર અલ-જાબરી પણ હુમલામાં માર્યો ગયો. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી સહિત સાત લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલે અભિયાનને ‘બ્રેકિંગ ડોન’ ગણાવ્યું

ઇઝરાયેલની સેનાએ આ ઓપરેશનને “બ્રેકિંગ ડોન” તરીકે વર્ણવ્યું છે, અને કહ્યું છે કે તેણે ઇસ્લામિક જેહાદીઓને નિશાન બનાવ્યા છે,ઇઝરાયલે દેશમાં એક વિશેષ દરજ્જો પણ જાહેર કર્યો છે જ્યાં સરહદના 80 કિલોમીટરની અંદરની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને અન્ય લોકોની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયેલે આ અઠવાડિયાની શરૂઆતમાં ગાઝાની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા અને સોમવારે કબજા હેઠળના પશ્ચિમ કાંઠે હમાસના એક વરિષ્ઠ સભ્યની ધરપકડ બાદ હુમલાની અપેક્ષાએ સરહદ પર વધારાના સૈનિકો મોકલ્યા હતા.