China/ ચીનમાં ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, 132 લોકોના થયા હતા મોત

ચીનમાં 132 લોકોના મોતનું કારણ બનેલી ભયાનક વિમાન દુર્ઘટના સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. ક્રેશ થયેલું ચીનના પેસેન્જર પ્લેનનું છે. ઉડ્ડયન અધિકારીએ આ માહિતી આપી છે.

World
4_china-plane-crash

ચીનમાં 132 લોકોના મોતનું કારણ બનેલી ભયાનક વિમાન દુર્ઘટના સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. ક્રેશ થયેલું ચીનના પેસેન્જર પ્લેનનું છે. ઉડ્ડયન અધિકારીએ આ માહિતી આપી છે. 23 માર્ચે ચાઈના ઈસ્ટર્ન MU5735 ફ્લાઈટનું રેકોર્ડર મળી આવ્યું છે. ચીનની એવિએશન ઓથોરિટીએ આ જાણકારી આપી છે. પર્વત પર ક્રેશ થયેલા ચીનના ઈસ્ટર્ન પેસેન્જર પ્લેન ક્રેશમાં 132 લોકો સવાર હતા.

આ પ્લેન ક્રેશના ડરામણા વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. ચીનના નાગરિક ઉડ્ડયન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બોઇંગ 737 એરક્રાફ્ટ કુનમિંગ સિટીથી ગુઆંગઝુ જઈ રહ્યું હતું ત્યારે ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ પર “હવામાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો”. ટેંગ ગ્રામીણ વિસ્તારના વુઝોઉ નજીક પ્લેન ક્રેશ થયું હતું અને પર્વત પર આગ લાગી હતી. રેસ્ક્યુ ટીમને હજુ સુધી કોઈ જીવિત હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ફ્લાઈટ ટ્રેકર FlightRadar24 એ દર્શાવ્યું હતું કે પ્લેન માત્ર 2.15 મિનિટમાં 29,100 ફૂટની ઊંચાઈથી 9,075 ફૂટ નીચે આવી ગયું હતું. તે આગામી 20 સેકન્ડ માટે 3,225 ફીટ પર હતું અને તે પછી ફ્લાઇટનો સંપર્ક તૂટી ગયો. સામાન્ય ઉડાન દરમિયાન આટલી ઊંચાઈ પરથી નીચે આવવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે.

જ્યારે ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 ગુઆંગઝુમાં સમયસર પહોંચી ન હતી, ત્યારે સ્થાનિક મીડિયાએ તેના ક્રેશ અંગે ચિંતાજનક અહેવાલ આપવાનું શરૂ કર્યું હતું. પ્લેને કુનમિંગથી સ્થાનિક સમય મુજબ લગભગ 1:00 વાગ્યે ઉડાન ભરી હતી