Not Set/ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પાસે પાણી પીવડાવવાના પૈસા નથી ? હવે મુસાફરોને મિનરલ પાણીની બોટલ નહીં આપે

આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ  અને વિશ્વ બેંક પાસેથી આશરે 130 અબજ રૂપિયાની લોન લીધી છે.  ઇમરાન ખાનની સરકારે તાજેતરમાં પાકિસ્તાનની સંસદમાં સ્વીકાર્યું હતું

World
pia પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પાસે પાણી પીવડાવવાના પૈસા નથી ? હવે મુસાફરોને મિનરલ પાણીની બોટલ નહીં આપે

ભારત સાથેની દુશ્મનીને કારણે ગરીબ બની ગયેલું પાકિસ્તાન સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયુ  છે. આ દેવાના બોજને હળવો કરવા માટે ઈમરાન સરકારે આ નિર્ણય લીધો  છે. જેના લીધે પાકિસ્તાનની જગ હસાઇ થઇ રહી છે.પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પીઆઇએ એ હવે ફ્લાઇટમાં મુસાફરોને મિનરલ વોટરની બોટલ ન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય માત્ર સ્થાનિક ફ્લાઇટ્સ પર લાગુ થશે. આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં  પહેલા જેવી જ સુવિધાઓ મળતી રહેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીને કારણે પીઆઇએ ની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વિદેશમાં હાથ ધરાયેલી તપાસમાં પાકિસ્તાનના ઘણા પાયલોટની ડિગ્રીઓ પણ નકલી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ યુરોપ સહિત ઘણા દેશોએ પીઆઇએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે પીઆઈએ મુશ્કેલીનો સામનો કરી રહી છે.રિપોર્ટ અનુસાર, પીઆઇએ ની મેનેજર ફ્લાઇટ સર્વિસિસે એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે હવે આ સરકારી એરલાઇનમાં મુસાફરોને અડધી લિટર મિનરલ વોટર બોટલ આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, જો કોઈ મુસાફર ફ્લાઇટ દરમિયાન પાણીની માંગ કરશે તો કેબિન ક્રૂ તેને એક ગ્લાસમાં પાણી આપશે. આ આદેશનો પણ તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે.

આ વર્ષે જાન્યુઆરી થી માર્ચ સુધી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ  અને વિશ્વ બેંક પાસેથી આશરે 130 અબજ રૂપિયાની લોન લીધી છે.  ઇમરાન ખાનની સરકારે તાજેતરમાં પાકિસ્તાનની સંસદમાં સ્વીકાર્યું હતું કે હવે દરેક પાકિસ્તાની પર 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે.પીઆઈએ આ મામલે ભારે હોબાળો મચાવ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટમાં મિનરલ વોટર સુવિધા બંધ થવાના અહેવાલોને રદિયો આપ્યો હતો. પીઆઈએ કહ્યું કે આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી અને તેનો આદેશ ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યો છે.