IND VS PAK/ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ ‘વિરાટે’ કરી મોટી ભૂલ, તસવીર થઈ વાયરલ

ODI વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 10 14T151427.983 પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ 'વિરાટે' કરી મોટી ભૂલ, તસવીર થઈ વાયરલ

ODI વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ મોટી ભૂલ કરી હતી. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ મેચમાં વિરાટ કોહલી જૂની જર્સી પહેરીને મેદાન પર આવ્યો હતો. 2 ઓવર બાદ જ્યારે તેનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે કોહલી તેની જર્સી તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો.

જર્સી તરફ વિરાટનો ઈશારો કેમેરામાં કેદ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર તસવીરો ફરવા લાગી હતી. નોંધનિય છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની નવી જર્સીમાં ખભા પર તિરંગાની પટ્ટી હોય છે. જ્યારે જૂની જર્સી પર ત્રણ સફેદ રંગની પટ્ટીઓ છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જ્યારે વિરાટનું ધ્યાન તેની જર્સી પર ગયું તો તે તેની તરફ ઈશારો કરતો જોવા મળ્યો.

ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી

આજની હાઈ વોલ્ટેજ મેચમાં ટોસ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે ભારતીય ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ટીમમાં પરત ફર્યો છે. ત્રીજી મેચમાં ઇશાન કિશનને છોડી દેવામાં આવ્યો હતો અને ગિલને લાવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ 'વિરાટે' કરી મોટી ભૂલ, તસવીર થઈ વાયરલ


આ પણ વાંચો: World Cup 2023 LIVE/ IND VS PAK: પાકિસ્તાને 11મી ઓવરના અંતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યાં

આ પણ વાંચો: ICC World Cup 2023/ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 8મી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે, જાણો પ્લેઈંગ ઈલેવનથી લઈને

આ પણ વાંચો: ICC World Cup 2023/ પાકિસ્તાન સામે જાણો કોની થઈ વાપસી અને કોણ ગયું બહાર