અમદાવાદ/ બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ, પોલીસ આવી જતા પાંચમાં માળેથી ઝપલાવ્યું અને…

અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 12 27T122453.853 બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ, પોલીસ આવી જતા પાંચમાં માળેથી ઝપલાવ્યું અને...
  • અમદાવાદના બોપલમાં મોડી રાત્રે ફાયરિંગ
  • મોડી રાત્રે ફાયરિંગને પગલે નાસભાગ મચી
  • ઓફિસમાં સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગ
  • બોપલનાં કવિષા સી સેન્ટર હવામાં ફાયરિંગ 

Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. તેમ છતાં આવી ઘટના સતત સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.

દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ગોળીબાર થયો હતો. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા સેલિબ્રેશન કોમ્પલેક્ષમાં કેટલાક મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને તેઓની વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મહાવીરસિંહ નામના શખ્સે દારૂના નશામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહાવીર જાડેજાએ ફાયરિંગ કર્યુ હતું.

આ સાથે જ એક યુએસ મેઇડ પિસ્ટલ અને એક જીવતો કારતૂસ મળ્યો છે અનેન લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ