Not Set/ આજે સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, લોકસભા ચુંટણીનો રોડમેપ તૈયાર કરાશે

  લખનઉ, 28, જુલાઈ 2018. સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા ચુંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. ભાજપા વિરુદ્ધ ગઠબંધન બનાવવાની રણનીતિ પર પણ કાર્યકારિણીમાં મહોર લગાવવામાં આવશે. આ સંબંધમાં અન્ય દળો સાથે વાતચીત અને નિર્ણય લેવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને અધિકૃત કરવામાં આવશે. સાથે જ આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. સમાજવાદી […]

Top Stories India Politics
akhilesh yadav pti 650 636192039936377969 આજે સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, લોકસભા ચુંટણીનો રોડમેપ તૈયાર કરાશે

 

લખનઉ,
28, જુલાઈ 2018.

સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા ચુંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. ભાજપા વિરુદ્ધ ગઠબંધન બનાવવાની રણનીતિ પર પણ કાર્યકારિણીમાં મહોર લગાવવામાં આવશે. આ સંબંધમાં અન્ય દળો સાથે વાતચીત અને નિર્ણય લેવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને અધિકૃત કરવામાં આવશે.

સાથે જ આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક આજ રોજ લખનઉ ખાતે મળશે. આ બેઠક એવા સમયે મળી રહી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લખનઉ પ્રવાસે આવી રહ્યા છે.

પીએમ મોદી થોડા દિવસ અગાઉ પણ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. 28 અને 29 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉના પ્રવાસે છે. સપાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા ચુંટણીની તૈયારી મહત્વનો મુદ્દો રહેશે. જેમાં રાજકીય, આર્થિક પ્રસ્તાવ રજુ કરી દેશની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ભાજપ સામે વિપક્ષી દળોના ગઠબંધનની શક્યતાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.

પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ભાજપ વિરુદ્ધ ગઠબંધન બનાવવાની જાહેરાત પહેલાથી જ કરી ચુક્યા છે. તે ગોરખપુર, ફુલપુર અને કૈરાના લોકસભા અને નુરપુર વિધાનસભા ઉપચુંટણીમાં તેનો સફળ પ્રયોગ પણ કરી ચુક્યા છે.