Not Set/ ગંગા સફાઈની મોટી મોટી વાતો વચ્ચે આજે NGT એ કર્યો પર્દાફાશ, પાણી પીવાલાયક કે નહાવાલાયક નથી

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)એ શુક્રવારે ગંગા નદીની સ્થિતિ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. નારાજગી સાથે એમણે કહ્યું કે ગંગા નદીનું પાણી પીવાલાયક અને નહાવાલાયક નથી. આ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. હરિદ્વારથી ઉતર પ્રદેશના ઉન્નાવ શહેર વચ્ચેની ગંગા નદીનું પાણી ખુબ પ્રદુષિત છે. NGT એ કહ્યું કે, ભોળા લોકો શ્રદ્ધા અને […]

Top Stories India
700063 national green tribunal ગંગા સફાઈની મોટી મોટી વાતો વચ્ચે આજે NGT એ કર્યો પર્દાફાશ, પાણી પીવાલાયક કે નહાવાલાયક નથી

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)એ શુક્રવારે ગંગા નદીની સ્થિતિ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. નારાજગી સાથે એમણે કહ્યું કે ગંગા નદીનું પાણી પીવાલાયક અને નહાવાલાયક નથી. આ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના 2010માં કરવામાં આવી હતી.

dirty ganga e1532701639818 ગંગા સફાઈની મોટી મોટી વાતો વચ્ચે આજે NGT એ કર્યો પર્દાફાશ, પાણી પીવાલાયક કે નહાવાલાયક નથી

હરિદ્વારથી ઉતર પ્રદેશના ઉન્નાવ શહેર વચ્ચેની ગંગા નદીનું પાણી ખુબ પ્રદુષિત છે. NGT એ કહ્યું કે, ભોળા લોકો શ્રદ્ધા અને સમ્માનથી ગંગા નદીનું પાણી પિતા હોય છે, એમાં સ્નાન કરતા હોય છે પણ એમને ખબર નથી કે આ એમના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. જો સિગરેટના પેકેટ પર ચેતવણી લખેલી હોય છે કે આ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે’ એમ લોકોને નદીની પ્રતિકુળ અસરની જાણકારી કેમ આપવામાં આવતી નથી?’

NGT ના પ્રમુખ એ કે ગોયલની અધ્યક્ષતાવાલી પીઠએ આ બાબતે નારજગી જતાવી છે. એમણે કહ્યું કે, અમારો નજરીયો છે કે મહાન ગંગા નદી પ્રત્યેની લોકોની અપાર શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને, માસુમ લોકો આ પાણી વાપરવા યોગ્ય નથી એ જાણ્યા વગર જ એ પાણી પીવે છે અને એમાં ન્હાય છે.જેમ સિગરેટના પેકેટ પર ચેતવણી આપી માહિતગાર કરવામાં આવે છે એમ ગંગા નદીના પાણી માટે પણ ચેતવણી આપવી જોઈએ. લોકો સુધી માહિતી પહોચાડવી જોઈએ.

14TH RIVER GANGES e1532701666536 ગંગા સફાઈની મોટી મોટી વાતો વચ્ચે આજે NGT એ કર્યો પર્દાફાશ, પાણી પીવાલાયક કે નહાવાલાયક નથી

ગંગાજળનો વપરાશ કરનારા લોકોને આ જાણકારી આપવી જરૂરી છે. આ માટે એમણે પગલા લેવા માટે આદેશ પણ આપ્યો છે. જેમાં NGT એ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને સો કીલોમીટરના અંતરે ડિસપ્લે બોર્ડ લગાવાનો આદેશ આપ્યો છે. જેથી લોકોને જાણકારી આપવામાં આવે કે ગંગા નદીનું પાણી પીવા કે ન્હાવાલાયક નથી.

NGT એ ગંગા મિશન અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને 2 અઠવાડિયાની અંદર પોતાની વેબસાઈટ પર એક માનચિત્ર – મેપ લગાવાનો આદેશ આપ્યો છે. જેમાં ક્યાં સ્થળોએ ગંગા નદીનું પાણી પીવાલાયક છે અને ન્હાવાલાયક છે એ કહેવામાં આવે.જેથી લોકોને સાચી માહિતી મળે.