IPL 2023/ લખનૌએ દિલ્હીને 194 રનનો ટાર્ગેટ આપ્યો,મેયર્સની વિસ્ફોટક ઇનિગ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની ત્રીજી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ રહી છે

Top Stories Sports
5 લખનૌએ દિલ્હીને 194 રનનો ટાર્ગેટ આપ્યો,મેયર્સની વિસ્ફોટક ઇનિગ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની ત્રીજી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રનનો સ્કોર બનાવ્યો હતો, જેમાં ઓપનિંગ બેટ્સમેન કાયલ મેયર્સે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી તરફથી બોલરોએ સારી શરૂઆત કરીને લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલને 19ના સ્કોર પર 8 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો.આ પછી લખનૌ તરફથી કાયલ મેયર્સે દીપક હુડા સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં સ્કોર 30 રન સુધી પહોંચાડ્યો હતો. અહીંથી મેયર્સે તેની બેટિંગમાં આક્રમક અભિગમ અપનાવ્યો અને સ્કોરને ઝડપથી આગળ ધપાવવાનું શરૂ કર્યું અને તેની સાથે દીપકે બીજી વિકેટ માટે 42 બોલમાં 79 રનની શાનદાર ભાગીદારી કરી. આ મેચમાં હુડ્ડા 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે મેયર્સે 38 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.

નિકોલસ પૂરન અને કૃણાલ પંડ્યા, જેમણે 117ના સ્કોર સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી, તેણે લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સને સંભાળતી વખતે ઝડપી ગતિએ રન બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. બંને વચ્ચે 5મી વિકેટ માટે 26 બોલમાં 48 રનની ઝડપી ભાગીદારી જોવા મળી હતી. નિકોલસ પૂરને 21 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 36 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કૃણાલ પંડ્યાએ 15 રનની ઇનિંગ રમી હતી જ્યારે આયુષ બદોનીએ માત્ર 7 બોલમાં 18 રનની ઇનિંગ રમીને સ્કોરને 190થી આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લખનૌની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી આ મેચમાં ખલીલ અહેમદે 2 જ્યારે ચેતન, કુલદીપ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.