ગીરના જંગલમાં 23 સિંહોના મોતના મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે.
સિંહોના મોત અંગે ધાનાણીએ શંકા વ્યક્ત કરતા કહ્યું કે, મને લાગે છે કે, સિંહોના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હોઈ શકે છે. સિંહોનું મોત એક ષડયંત્ર છે, આ અંગે રૂપાણી સરકારે જવાબ આપવો જોઈએ.
ગીરના સિંહોના મોતને લઈને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરતો પાત્ર રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને લખ્યો છે. પરિમલ નથવાણીએ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગણપત વસાવાને સિંહોના સંવર્ધન માટે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક સિંહોને વિશ્વકક્ષાની સારવાર મેળવી જોઈએ.