મુંબઈ
કાજોલની ફિલ્મ હેલીકોપ્ટર ઇલાનું નવું ગીત “ડૂબા ડૂબા” રીલીઝ કરવામાં આવ્યું છે. સારેગામાએ યુટ્યુબ પર આ સોંગ રિલિઝ કર્યું છે. કાજોલ આ ફિલ્મમાં જુદી જુદી ભૂમિકા ભજવશે.નવા ગીતમાં, કાજોલના પાત્રમાં વિવિધ ભાવનાત્મક રંગો જોઈ શકાય છે. ગર્લફ્રેન્ડ, પત્ની અને માતા તરીકે કાજોલની ભૂમિકા સુંદર હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
હેલીકોપ્ટર ઇલાનું નવું ગીત 2 મિનિટ કરતા વધરે છે. આ સોંગ અરજીત સિંહ અને સુનિધિ ચૌહાણ દ્વારા ગાવામાં આવ્યું છે. સ્વાનંદ કિરકિરેનું ગીત અમિત ત્રિવેદી દ્વારા લખાયેલું છે.
જુઓ વીડીયો..
અહીં જાણો ફિલ્મની સ્ટોરી વિશે…
આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા કાગડો’પર બની આ ફિલ્મ એક સિંગલ મધર ઇલા પર આઘારિત છે. ફિલ્મમાં કાજોલ પોતાના પુત્ર સાથે સંપૂર્ણ જીવન જીવ્યા હોવાનું જણાય છે. પરંતુ જ્યારે તે જ પુત્ર મોટો થઇ જાય છે અને એ પછી પુત્રને તેની માતાના પ્રેમમાં ઘુટન મહેસુસ થવા લાગે છે.
ફિલ્મમાં કાજોલ એક સિંગરની ભૂમિકામાં જોવા મળશે. તે પોતાના પુત્ર માટે તેના સપના છોડી દે છે. પરંતુ માતાનો પ્રેમ ઘુટન સમજવાવાળો પુત્ર ઘર છોડીને જતો રહે છે. પછી ઇલાના જીવનમાં ફેરફાર થાય છે અને એ પછી ફરી એક વાર ઇલાએ પોતાનું જીવન જીવવાનું શરુ કરે છે અને નવા સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.આ ફેમિલી ડ્રામામાંકાજોલેમાતાની ભુમિકા બખુબી નિભાવી છે. આ ફિલ્મ 12 ઓક્ટોમ્બરે રિલીઝ કરવામાં આવશે.