Not Set/ દુનિયાભરમાં સૌથી વધુ રોડ એક્સિડન્ટ અને અકસ્માતમાં મોત ભારતમાં થાય છે : ગડકરી

ગડકરીએ કહ્યું યડ એક્સિડન્ટમાં મોત વધુ રહ્યા છે. 22 નવા રાજમાર્ગો પરિયોજનાઓનાં વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.

Top Stories India
રોડ એક્સિડન્ટ

રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રોડ એક્સિડન્ટ ને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ માં મૃત્યુ પામનારની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી આગળ છે.ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા કહ્યું હતું કે જીનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય રોડ મહાસંઘ દ્વારા પ્રકાશિત વિશ્વ રોડ સાંખ્યિકી (ડબલ્યુઆરએસ) 2018નાં નવા અંકનાં આધારે દુર્ઘટનાઓની સંખ્યા અનુસાર ભારત ત્રીજા સ્થાને છે.

ગડકરીએ કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ માં મરનારની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી પહેલા સ્થાને છે અને ઘાયલ થનારની સંખ્યામાં ત્રીજા નંબરે છે. સંસદને સૂચિત કરવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં રોડ એક્સિડન્ટમાં મારનાર લોકોમાં 18 થી 45વર્ષની ઉમરના લોકો 69.80 ટકા હતા. વધુ એક અન્ય પ્રશ્નનો જવાબ આપતા ગડકરીએ કહ્યું હતું કે કુલ 22 નવા રાજમાર્ગો પરિયોજનાઓનાં વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે. તેમાં 1.63.350 કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે ૨૪૮૫ કિલોમીટર લાંબા પાંચ એક્સપ્રેસવે અને 1.92.876 કરોડ રૂપિયાના ખર્ચે 5816 કિલોમીટર લાંબા 17 એક્સેસ કંટ્રોલ હાઇવે સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ત્રણ ખંડ એટલેકે દિલ્હી-દૌસા-લાલાસોત(જયપુર)(214), વડોદરા-અંકલેશ્વર(100) અને કૌટા-રતલામ-ઝાબુઆ(245)ને આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ મોટી વાત…

આ પણ વાંચો : કિવના રસ્તાઓ સ્માશાનમાં ફેરવાયા, સામાન્ય લોકોને ગોળીઓથી વીંધી દેવાયા