રશિયા યુક્રેન યુધ્ધ/ કિવના રસ્તાઓ સ્માશાનમાં ફેરવાયા, સામાન્ય લોકોને ગોળીઓથી વીંધી દેવાયા

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 39 દિવાસોથી ચાલી રહેલા યુધ્ધના સૌથી ભયાનક દ્રશ્યો રાજધાની કિવના બુચા વિસ્તારમાં જોવા મળી છે.

World
રશિયા

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 39 દિવાસોથી ચાલી રહેલા યુધ્ધના સૌથી ભયાનક દ્રશ્યો રાજધાની કિવના બુચા વિસ્તારમાં જોવા મળી છે. આ શહેર ઉપર હવે યુક્રેન સેનાએ ફરીથી કબજો કરી કરી લીધો છે. યુક્રેનની સેના જ્યારે બુચા શહેરમાં ધુસસી તો ત્યાં તેને બધુ જ ઉજ્જડ જોવા મળ્યું અને ચારે તરફ લાશોના ઢગલાઑ જોવા મળ્યા હતા. બુચાના રસ્તાઓ જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયા હતા. રશિયા નાં સૈનિકોએ ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના શહેરમાં મહિલાના મૃતદેહ ઉપર કપડાઓ પણ ઢંકાયેલા નહોતા. રશિયન સૈનિકોએ તેના હાથ બાંધીને તેને ગોળી મારી હોય તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે.

રસ્તા ઉપર જેના મૃતદેહ આમતેમ પડ્યા હતા તે તમામ લોકો નિર્દોષ અને સામાન્ય લોકો હતા. તેની પાસે કોઈ હથિયાર નથી મળ્યા. યુક્રેનના ડિફેન્સસ મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, બુચાના રસ્તાઓ ઉપર કપડાં વિનાના મહિલાઓના મૃતદેહ જોવા મળ્યા છે. રશિયન સૈનિકોએ તે મહિલાઓના મૃતદેહ શળગાવવાની કોશિશ કરી હતી. બુચાના મેયરે જણાવ્યું હતું કે શહેરમાં ઓછામાં ઓછા 300 લોકોને સામૂહિક સ્મશાનમાં દફનાવવામાં આવશે. આ સંખ્યા ઉપરથી અંદાજ કરી શકે કે કેટલી દયનીય અને ભયાનક સ્થિતિ સર્જાઇ હશે. આ તસ્વીરો પ્રકાશિત કરી શકાય તેવી નથી.

મેયર અનાતોલી ફેડોરૂકે કહ્યું હતું કે આખું બુચા શહેર તહેશનહેશ થઈ ગયું છે. રસ્તાઓ ઉપર માત્ર લાશો જોવા મળી રહી છે. સામાન્ય લોકોને ગમે તેમ મારી નાખવામાં આવ્યા છે અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી. રસ્તા ઉપર પડેલા મૃતદેહમાં  કેટલાક મૃતદેહ બાળકોના પણ જોવા મળ્યા છે. બૂચના મેયરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 22 મૃતદેહોને હટાવી ચુકાયા છે પરંતુ રશિયન સૈનિકોએ ભારે માત્રામાં નરસંહારને અંજામ આપ્યો છે.

બુચા એ વિસ્તાર છે જ્યાં યુક્રેનની સેના અને રશિયાની સેના વચ્ચે ભારે જંગ છેડાઈ હતી. ત્યાર બાદ આ વિસ્તાર લગભગ 1 મહિના સુધી રશિયાના નિયંત્રણમાં હતો. હાલમાં ફરીથી રશિયન સૈનિકોએ તે વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે અને સામાન્ય લોકોને મોટાને ઘાટ ઉતારી રહ્યા છે.

આ પણ વાંચો :  શ્રીલંકાને ડ્રેગન ખાઈ ગયું, લોન લઈને દેશ ચલાવવાનું પરિણામ

આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકે બોમ્બે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

આ પણ વાંચો : ભારત સાથે સારા સંબંધો જરૂરી છે : પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવા 

આ પણ વાંચો : 13 દિવસમાં 11મી વખત ઈંધણના ભાવમાં વધારો…. ગુજરાતમાં પેટ્રોલ 103.11 અને ડીઝલ 97.39 રૂપિયા…