AAP Leader in Jail/ અરવિંદ કેજરીવાલ જ નહિ ‘આપ’ પક્ષના આ નેતાઓએ પણ ગેરરીરિતી આચરતા લીધી છે ‘જેલ’ની મુલાકાત

અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી.

Top Stories India Politics
YouTube Thumbnail 2024 03 22T115700.465 અરવિંદ કેજરીવાલ જ નહિ 'આપ' પક્ષના આ નેતાઓએ પણ ગેરરીરિતી આચરતા લીધી છે 'જેલ'ની મુલાકાત

દિલ્હી : અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી. કેજરીવાલની ધરપકડ કર આમ આદમી પાર્ટી (AAP) એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ED કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)નું “રાજકીય સાધન” બની ગયું છે. નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટે AAP રાષ્ટ્રીય સંયોજકને એજન્સી દ્વારા કોઈપણ જબરદસ્તી કાર્યવાહીથી રક્ષણ આપવાનો ઇનકાર કર્યાના કલાકો પછી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. જો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થવા છતાં દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે અને જેલમાંથી સરકારની કામગીરી કરશે. આપ પાર્ટીએ આ અંગે સ્પષ્ટતા કરી કે એવો કોઈ નિયમ નથી કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ના ચલાવી શકે. કારણ કે હજુ આ મામલે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

AAP journey from anti-Corruption movement to Corrupt Politics - Details of AAP leaders in Jail or on Bail

આપ પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલ ઉપરાંત AAP પાર્ટીના અન્ય નેતાઓ પણ જેલની મુલાકાત લઈ ચૂકયા છે. કેજરીવાલ પહેલા અનેક નેતાઓ એક્સાઈઝ પોલિસી, મની લોન્ડરિંગ અને લાંચ લેવા જેવા કેસોમાં જેલમાં જઈ ચૂકયા છે. આમાંના કેટલાક નેતાઓ જેલમાં છે તો કેટલાક જામીન પર બહાર છે. સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજયસિંહ, અમાનતુલ્લાખાન, સોમનાથ ભારતી, પ્રકાશ જરવાલ, અખિલેશ ત્રિપાઠી, શરદ ચૌહાણ, નરેશ યાદવ, દિનેશ મોહનિયા જેવા નેતાઓ કોઈ મામલે ગેરરીતિ છેતરપિંડી અને જમીન હડપવા જેવા કેસમાં જેલની મુલાકાત લઈ ચૂકયા છે.

AAPનેતાઓની જેલયાત્રા

આ નેતાઓમાં હાઈપ્રોફાઈલ નેતા એવા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, સોમનાથ ભારતી અને અમાનતુલ્લાખાન નેતાની ધરપકડ મીડિયા સમચારોમાં ખૂબ ચર્ચા થઈ હતી. અરવિંદ કેજરીવાલ સિવાય બહુ ચર્ચિત નેતાની ધરપકડમાં મનીષ સિસોદિયાનું નામ કહી શકાય. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની એક્સાઇઝ પોલિસી મામલે 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરાઈ હતી. CBI સતત 8 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.

Sanjay Singh Manish Sisodia Satyendar Jain - 3rd AAP Leader To Be Arrested By A Central Agency

આપ નેતા સત્યૈન્દ્ર જૈન કેબિનેટ કક્ષાના મંત્રીછે. સત્યેન્દ્ર જૈનની હવાલા કેસમાં 2022માં ED દ્વારા ધરપકડ કરાઈ હતી. ઉપરાંત શરાબ નીતિ કેસમાં પણ તેમની પૂછપરછ કરાઈ હતી. 9 મહિના પહેલા જામીન પર રહેલા સત્યેન્દ્રજૈનને જામીન રદ કરાતા હાલ તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા. આ સિવાય દિલ્હી રાજ્યસભાના સાંસદ સંજય સિંહની 2023માં દારૂ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરાઈ હતી. સંજય સિંહ પણ હાલ તિહાડ જેલમાં છે. જ્યારે ગેરકાયદેસર ભરતી અને નાણાકીય અનિયમિતતા સંબંધિત કેસમાં AAPના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની 2022માં ACB દ્વારા ધરપકડ કરાઈ પરંતુ હાલ તેઓ જામીન પર બહાર છે. સોમનાથ ભારતી એવા નેતા છે જેમના પર પત્નીની હત્યાનો આરોપ છે. દિલ્હી સરકારમાં કાયદા મંત્રી રહેલા સોમનાથ ભારતી પર ઘરેલુ હિંસા અને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં ગયેલા છે. આ સિવાય તેમના પર સિક્યોરિટી ગાર્ડ પર હુમલાને લઈને પણ 2 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. AAP નેતાઓની જેલની મુલાકાતનો સિલસિલો આજનો નથી અને એકમાત્ર કેજરીવાલ નથી જેમની ધરપકડ થઈ છે. અગાઉ AAPના અનેક નેતાઓ કોઈને કોઈ ગેરરીરિત મામલે જેલની યાત્રા કરી ચૂકયા છે.

AAP પાર્ટીનો આરોપ
તાજેતરમાં થયેલ અરવિંદ કેજરીવાલની ધરપકડ પાછળ કોઈ મોટો ગેમ પ્લાન બનાવ્યો હોવાનો AAP પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. ગુરુવારે સાંજે જ્યારે ઇડીના અધિકારીઓ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા તેમના નિવાસ સ્થાને પંહોચ્યા ત્યારે વિરોધ ફાટી નીકળ્યો હતો. કેજરિવાલના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્યાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સ્પીકર રામ નિવાસ ગોયલ, દિલ્હીના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને આતિશી અને અન્ય AAP નેતાઓ અને કાર્યકરો મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા. કેજરીવાલની ધરપકડને લઈને દિલ્હી પોલીસ કર્મચારીઓની સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એકમોની તૈનાત સાથે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દરમ્યાન કેજરીવાલના સમર્થનમાં “જુલમ નહીં ચાલે” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેજરીવાલની ધરપકડ રોકતા કાર્યકરોની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…