Not Set/ બાળપણ વિતાવ્યું હતું ગરીબીમાં, મૃત્યુ પહેલા દાન કરી ૨.૮ અરબ ડોલરની સંપત્તિ

ઓસ્ટ્રેલીયાના એક વેપારી સ્ટેન પેરોને મૃત્યુ પહેલા પોતાની ૨.૮ અરબ ડોલર સંપત્તિનું દાન કર્યું છે. નવેમ્બર મહિનામાં ૯૬ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં તેમના પરિવારજનો, મિત્રો અને અન્ય લોકોએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે સ્ટેનનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું પરંતુ […]

World
Master 1 બાળપણ વિતાવ્યું હતું ગરીબીમાં, મૃત્યુ પહેલા દાન કરી ૨.૮ અરબ ડોલરની સંપત્તિ

ઓસ્ટ્રેલીયાના એક વેપારી સ્ટેન પેરોને મૃત્યુ પહેલા પોતાની ૨.૮ અરબ ડોલર સંપત્તિનું દાન કર્યું છે. નવેમ્બર મહિનામાં ૯૬ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં તેમના પરિવારજનો, મિત્રો અને અન્ય લોકોએ હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે સ્ટેનનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું પરંતુ મહેનત કરીને તેમણે આખા દેશમાં પોતાનો વેપાર ફેલાવી દીધો હતા.

Stan Perron

પોતાના મૃત્યુ પહેલા તેમણે એક પત્ર લખ્યો હતો જેમાં એક એનજીઓને દાન કર્યું હોવાનો ઉલ્લેખ છે.

મોટી સંખ્યાની રકમ દાન કરી હતી તેવું કહ્યું હતું.તેમણે લખ્યું હતું કે તેમના બાળપણનું સપનું પૂરું થયું છે. મારા પરિવાર માટે મે ઘણું બધું કર્યું છે પરંતુ હું નસીબદાર છુ કે મારી કામાણી મેં મદદનીશ લોકોને દાન કરી છે.

જે લોકોને મદદની જરૂર છે તે લોકોના જીવનને બદલવા માટે હું સક્ષમ છુ. આ એનજીઓ ઓસ્ટ્રેલીયામાં બાળકોના સ્વાસ્થ્યને લઈને કામગીરી કરે છે. હવે તેની દેખરેખ તેમની પુત્રી કરશે.