Not Set/ જગન્નાથ મંદિર ટ્રસ્ટ જમીન વિવાદ/ લીઝમાં મળેલી જમીન કાયમી લીઝ પર ન આપી શકાય : ચેરિટી કમિશનર

અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી જમીન વિવાદમાં મામલે ટ્રસ્ટે વેંચેલી તમામ જમીન પરત લેવાશે. ચેરિટી કમિશનમાં મામલાની સુનાવણી બાદ ચેરિટી કમિશનરે કહ્યું કે, ટ્રસ્ટી મંડળે જનતા અને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. ચેરિટી કમિશન કહ્યું કે જમીન NA હોય તો, 10 વર્ષ લીઝ પર આપી શકાય. નોન NA હોય તો 35 મહિના સુધી લીઝ […]

Ahmedabad Gujarat
jagannath mandir.JPG1 જગન્નાથ મંદિર ટ્રસ્ટ જમીન વિવાદ/ લીઝમાં મળેલી જમીન કાયમી લીઝ પર ન આપી શકાય : ચેરિટી કમિશનર

અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી જમીન વિવાદમાં મામલે ટ્રસ્ટે વેંચેલી તમામ જમીન પરત લેવાશે. ચેરિટી કમિશનમાં મામલાની સુનાવણી બાદ ચેરિટી કમિશનરે કહ્યું કે, ટ્રસ્ટી મંડળે જનતા અને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે.

ચેરિટી કમિશન કહ્યું કે જમીન NA હોય તો, 10 વર્ષ લીઝ પર આપી શકાય. નોન NA હોય તો 35 મહિના સુધી લીઝ પર આપી શકાય. પણ લીઝ પર મળેલી જમીન કાયમી લીઝ પર ન આપી શકાય. ટ્રસ્ટે કાયમી ધોરણે જમીનને લીઝ પર આપી નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે.

આપને જણાવી ધઇએ કે, આખો વિવાદ કંઈક એવો છે કે, 1992માં અમદાવાદ કોર્પોરેશને બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચોરસ મીટર જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને કાયમી ભાડાપટ્ટે આપી હતી. આ જમીન ગાયો માટે ઘાસ ઉગાડવા અપાઈ હતી.

જો કે 2018માં ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના મંદિર ટ્રસ્ટે 800 કરોડની કિંમતની 2.94 લાખ ચોરસ મીટર જમીન યાસિન ઉસ્માન ઘાંચી નામના બિલ્ડરને કાયમી ભાડાપટ્ટે આપી હતી. અત્યારે આ ગૌચરની જમીન પર ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. આ અંગેની ફરિયાદ PMO સુધી થતાં, કોર્પોરેશનને તપાસના આદેશ આપ્યા હતા. સાથે જ ગૌ સેવા ટ્રસ્ટને શૉ-કોઝ નોટિસ પણ ફટકારાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.