મુન્દ્રા/ અદાણી બંદરે DRI દ્વારા કન્ટેનર રોકવામાં આવ્યું, કન્ટેનરમાં રેડીઓ એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાની આશંકા

પાકિસ્તાનથી ચીન જતું હોવાની શક્યતા,કન્ટેનરમાં રેડીઓ એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાની આશંકાના પગલે તપાસનો ધમધમાટ
ભુજ

Top Stories Gujarat Others
gas 2 અદાણી બંદરે DRI દ્વારા કન્ટેનર રોકવામાં આવ્યું, કન્ટેનરમાં રેડીઓ એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાની આશંકા

કચ્છનું મુન્દ્રા બંદર ફરીએકવાર ચર્ચામાં આવ્યું છે. હજુ તો ૩૦૦૦ કિગ્રા. ડ્રગનો મામલો થાળે પડ્યો નથી ત્યાં વળી એક વાર આ બંદર ચર્ચામાં આવ્યું છે.  આ બંદર ઉપર એક કન્ટેનર ને DIR દ્વારા રોકાવામા આવ્યું છે. કહેવાય છે કે આ કન્ટેનરમાંથી રેડિયો એક્ટીવ સિગ્નલ મળી આવ્યા હતા. જેને પગલે અ કન્ટેનર ને રોકવામાં આવ્યું છે.

DRI દ્વારા કન્ટેનર મુંદ્રા પોર્ટ પર ઉતારવામાં આવ્યું છે. ટ્રાન્સ શિપમેન્ટ માટે મુન્દ્રા ઉતારવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ કન્ટેનર પાકિસ્તાનથી ચીન તરફ  જતું હતું. કન્ટેનરમાં રેડિયો એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. દારૂગોળો અથવા ન્યુક્લિયર રિએક્ટર હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે. DRI દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ટ્રાંસવર્લ્ડ સીએફએસમાં તપાસ માટે રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુન્દ્રા બંદરે તાજેતરમાં 21000 કરોડનો ડ્રગ ઝડપાયો હતો.જે પ્રકરણમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.આજે જ્યારે ડી.આર. આઇ. ની ટિમ દ્વારા કન્ટેનરની તપાસ શરૂ કરાઇ છે. તેની સાથે સાથે કસ્ટમ સહિતની અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ છે. ત્યારે આવનારા દિવસોમાં વધુ નવી ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે. હાલ કોઈ પણ એજન્સી કઇ પણ કહેવા તૈયાર નથી.

ભૂતકાળમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા છે. તે પણ એક હકીકત છે. એજન્સીઓ દ્વારા હાલ જે કન્ટેનર અટકાવાયું છે તેને મોકલનાર કઈ પાર્ટી છે તેમજ ખરેખર કન્ટેનર જ્યારે મોકલવામાં આવ્યું ત્યારે તેમાં શું  વસ્તુ દર્શાવી હતી તે સહિતની વિગતો તપાસાઈ રહી છે.  હજુ એક સપ્તાહ પૂર્વે પોર્ટ પર સિગ્નલ ટ્રેસ થયાંની વાત બહાર આવી હતી.  જોકે તેમાં કોઈ શંકાસ્પદ નીકળ્યું ન હતું

કરોડોનું ડ્રગ્સ

ઉલ્લેખનીય છે કે હાલમાં સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા અદાણી બંદરેથી DRIની ટીમે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, અને ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું.  જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની  ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો.  પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી રહી છે.

કોરોના બ્લાસ્ટ / પશ્ચિમી દેશોને ફરીથી કંપાવતો કોરોના, જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા

ભાવનગર / ઘરે ગેસનો સિલિન્ડર આવે છે તો અચૂકથી ચેક કરજો, અહીં બોટલમાંથી ગેસ ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ

ત્રીજી આંખથી બાજનજર  / આરોપીઓને પકડવામાં CCTV નો સિંહફાળો, આવો જાણીએ કેવી રીતે કામ કરે છે