Not Set/ પશ્ચિમી દેશોને ફરીથી કંપાવતો કોરોના, જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા

જર્મની અને બ્રિટનની સાથે નેધરલેન્ડ, પોલેન્ડ અને રશિયા જેવા દેશોમાં પણ કોરોના ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. આ એવા દેશો છે કે જેમણે તેમની લગભગ બે તૃતીયાંશ વસ્તીને સંપૂર્ણ રસી આપી છે

Top Stories World
gas 1 પશ્ચિમી દેશોને ફરીથી કંપાવતો કોરોના, જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા

પશ્ચિમી દેશોમાં કોરોના લહેર ફરી વળી છે.  ફરી એકવાર યુરોપ સહીત અનેક દેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યોછે. કોરોનાના દૈનિક નોધાતા કેસની સંખ્યામાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે.  પ્રાપ્ત વિગતો અનુસાર જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 65 હજાર+ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક આંક છે. નિષ્ણાતોને ડર છે કે આ આંકડો દોઢ લાખ જેટલો પહોચી શકે છે.  જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા વર્તાઈ રહી છે.

તો USમાં ફરી એકવાર કોરોના કેસ લાખને પાર જવા લાગ્યા  છે. તો UKમાં 24 કલાકમાં 46,800 નવા કેસ સામે આવ્યા છે. નેધરલેન્ડમાં 24 કલાકમાં 23,591 કેસ નોધાયા છે.  પોલેન્ડમાં 24 કલાકમાં 25 હજાર+ કેસ તો રશિયામાં 24 કલાકમાં 37 હજાર+ કેસ નોધાયા છે. રશિયામાં 24 કલાકમાં મોતના આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24  કલાકમાં રેકોર્ડ 1251 મોત નોધાયા છે.

જર્મનીમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિ પર ચાન્સેલર એન્જેલા મર્કેલે ટિપ્પણી કરી છે. મર્કેલે કહ્યું કે દેશ કોરોનાના ભયંકર ચોથા વેવની ચપેટમાં આવી રહ્યું છે.  આપણે કોરોનાના બૂસ્ટર શોટને ઝડપથી વહેંચવાની જરૂર છે. તેમણે જે લોકોને રસી અંગે શંકા છે તેઓને વહેલી તકે ડોઝ લેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે હજુ મોડું નથી થયું, મહામારીથી બચવાનો આ એકમાત્ર અસરકારક રસ્તો છે.

પ્રથમ વખત કેસનો આંકડો 60 હજારને પાર થયો
જર્મનીમાં બુધવારે કોરોનાના રેકોર્ડ 60,753 નવા કેસ નોંધાયા હતા. છે. રોગચાળો શરૂ થયા પછી આ પ્રથમ વખત છે જ્યારે જર્મનીએ 60 હજારનો આંકડો પાર કર્યો છે. આજે આ અંક 65 હજારને પાર કરી ગયો છે.  છેલ્લા 24 કલાકમાં અહીં 248 લોકોના મોત થયા છે. તે જ સમયે, જર્મનીના ટોચના વાઈરોલોજિસ્ટ ક્રિશ્ચિયન ડ્રોસ્ટેને આગામી દિવસોમાં 1 લાખ લોકોના મોતની સંભાવના વ્યક્ત કરી હતી. હાલમાં અહીં કોરોનાના 5.16 લાખ એક્ટિવ કેસ છે.

યુરોપમાં ઝડપથી વધી રહેલા કેસ
વિશ્વભરમાં અત્યાર સુધીમાં 25.57 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે કુલ 51.38 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જર્મની અને બ્રિટનની સાથે નેધરલેન્ડ, પોલેન્ડ અને રશિયા જેવા દેશોમાં પણ કોરોના ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. આ એવા દેશો છે કે જેમણે તેમની લગભગ બે તૃતીયાંશ વસ્તીને સંપૂર્ણ રસી આપી છે. બ્રિટનમાં બુધવારે 38 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 201 લોકોના મોત થયા છે. બેલ્જિયમના સ્વાસ્થ્ય મંત્રી ફ્રેન્ક વેન્ડરબ્રુકે પણ સ્વીકાર્યું છે કે તેમનો દેશ કોરોનાના ચોથા તરંગનો સામનો કરી રહ્યો છે.

WHOની સૂચના – જો જરૂરિયાતમંદોને રસી નહીં અપાય તો કૌભાંડ થશે
WHOએ કહ્યું છે કે સ્વસ્થ લોકો અને બાળકોને કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે આજે પણ વિશ્વના ઘણા દેશોમાં ઘણા આરોગ્ય કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને ઉચ્ચ જોખમ શ્રેણીના લોકોને રસીનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી. આવી સ્થિતિમાં જેમને તેની જરૂર નથી તેઓને જો બૂસ્ટર ડોઝ મળે તો કૌભાંડ જ ગણાય.

જર્મનીના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચેતવણી આપી છે કે જો કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ડિસેમ્બર મહિનો ખૂબ જ ખરાબ હોઈ શકે છે. જર્મનીની રોબર્ટ કોચ સંસ્થાએ પણ લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી છે.

ભાવનગર / ઘરે ગેસનો સિલિન્ડર આવે છે તો અચૂકથી ચેક કરજો, અહીં બોટલમાંથી ગેસ ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ

ત્રીજી આંખથી બાજનજર  / આરોપીઓને પકડવામાં CCTV નો સિંહફાળો, આવો જાણીએ કેવી રીતે કામ કરે છે