ભાવનગર/ ઘરે ગેસનો સિલિન્ડર આવે છે તો અચૂકથી ચેક કરજો, અહીં બોટલમાંથી ગેસ ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ

ઘર વપરાશનાં ગેસનાં સીલીન્ડરમાંથી ૨ થી ૩ કિલો ગેસ કાઢી ને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓને સીલીન્ડરઓ ભરી આપવનું કામ છેલ્લા ઘણા સમય થી ચાલત હતું,

Top Stories Gujarat Others
gas ઘરે ગેસનો સિલિન્ડર આવે છે તો અચૂકથી ચેક કરજો, અહીં બોટલમાંથી ગેસ ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ

ભાવનગર શહેરમાં ગેરકાયદે ઘરેલુ વપરાશનાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરીને કોમર્શિયલ બાટલા ભરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે.  આ બનાવમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.  ગેસ સીલીન્ડરમાંથી ગેસ કટિંગનું કામ લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.. જેમાં પોલીસે મોટા કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.

  • ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરવાનો મામલો
  • ગેસ કટિંગ કરી કોમર્શિયલ બાટલા ભરવાનું કૌભાંડ
  • ભાવનગર પોલીસે પાંચ શખ્સોની કરી ધરપકડ

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ વપરાશનાં ગેસ સીલીન્ડરમાંથી ગેસ કટિંગ કરી ને કોમર્શિયલ બાટલો ભરાવનું ચાલતા કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાર્શ કર્યો છે જેમાં કુલ-૫ જેટલા શખ્સોને પોલીસે ઝડપી લઇ ને ધોરણસરની કામગીરી હાથ ધરી છે જો કે આ ગેસ સીલીન્ડરમાંથી ગેસ કટિંગનું કામ લાંબા સમય થી ચાલતું હોવાની ચર્ચા આ વિસ્તારમાં થતી હતી. પરંતુ આખરે પોલીસને ધ્યાને આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાર્શ થયો છે.

Maharashtra: 'Beneficiary No. 8 crore' of LPG scheme can't buy gas cylinder  due to rising

ભાવનગર શહેરમાં ઘર વપરાશનાં ગેસનાં સીલીન્ડરમાંથી ૨ થી ૩ કિલો ગેસ કાઢી ને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓને સીલીન્ડરઓ ભરી આપવનું કામ છેલ્લા ઘણા સમય થી ચાલત હતું, તેઓનું આખરે હવે પોલીસે આ કૌભાંડ શહેરનાં શિવાજી સર્કલ નજીક એ.એસ.પી અને તેની ટીમે ઘરેલું ગેસનાં સીલીન્ડરમાંથી કૌભાંડ આચરતા યુનિટ પર રેડ કરી ઝડપી લીધું છે. શહેરનાં બી-ડિવિઝન વિસ્તારનાં ઘોઘારોડ મફતનગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસનાં સીલીન્ડરનું ગેસ કટિંગ કરતા ૫ ઈસમો સાથે ૯૬ ગેસ સીલીન્ડર જપ્ત કર્યા જેમાં ૬૨ ઘરેલુ વપરાશ અને ૩૪ કોમ્શીયલ ગેસ સીલીન્ડરનાં બાટલાઓનું કટિંગ કરતા લોકો ને ઝડપી પાડ્યા ASP સફિન હસન એ બાતમીના આધારે મફતનગરમાં ચાલતા ગેસ કટિંગ કરતા રજાક મન્સુર ડેરૈયા સહીત ૫ લોકો ને રંગે હાથે ઝડપી લીધા હતા.

Cooking gas prices may see monthly revision to contain subsidy

ભાવનગરનાં ઘોઘારોડ પર આવેલા ૧૪નાળા નજીક આવેલા મફતનગરનાં રહેણાંકી વિસ્તરા માં આ કૌભાંડ છેલ્લા ઘણા સમય થી ચાલતું હતું. ત્યારે ઉલેખનીય છે કે આ વિસ્તાર રહેણાકી વિસ્તાર હોય અને અહીં મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે જો કે કયારેક ગેસ લીક થયો હોઈ તો મોટી દુર્ઘટનાં આ વિસ્તારમાં ઉભી થવા શક્યતા હોય, પરંતુ પોલીસ ની સમયસરની સુચકતાનાં કારણે આ દુર્ઘટના બને તે પહેલા જ પોલીસે આરોપી ને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે ૯૬ બાટલાઓમાંથી ૩૪ કોમર્શિયલ બાટલા ભરવાનું કામ આરોપી કરતા હતા ત્યારે જ ઝડપી લીધા હતા. અને તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરમાં એક તરફ લોકો ને ઘર વપરાશનાં ગેસનાં (સીલીન્ડર)બાટલા મળતા નથી તેવી ક્યારેક બુમ પડે છે.  ત્યારે બીજીબાજુ જાણીતી કંપનીનાં બાટલાઓને રીફલીંગ કરવાનું કૌભાંડ અહીં લાંબા સમય થી ચાલતું હતું. શહેરમાં કોમર્શિયલ અનેક દુકાનોમાં તેમજ ચા ની લારીઓ અને નાસ્તાઓની દુકાનનાં સ્થળે આ પ્રકારનાં કોમર્શિયલ ગેસનાં બાટલા ઉપયોગમાં આવે છે અને તેમને આવા શખ્સો કૌભાંડ આચરીને પૂરું કરતા હોય છે.

અહીં સવાલ એ છે કે લોકો નું કહેવું છે કે લાંબા સમય થી આ કામ ચાલતું હતું. તો શું પોલીસ કે પુરવઠા વિભાગને ધ્યાને આ વાત નહીં આવી હોઉ ?  જો કે હાલ પોલીસનું કહેવું છે કે બાતમીનાં આધારે રેડ કરી છે.

શિક્ષણનો સેવાયજ્ઞ / જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

National / દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 / મનોહર પર્રિકરના પુત્રની BJPમાં બળવો કરવાની ધમકી, કહ્યું- ટિકિટ નહીં મળે તો…

Corona effect / સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું