Nobel Peace Prize/ કોણ છે ‘નરગીસ મોહમ્મદી’? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

Top Stories World
YouTube Thumbnail 21 1 કોણ છે 'નરગીસ મોહમ્મદી'? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તેઓ ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લડતી હતી. તેમણે ઈરાનમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપ્યું અને તમામની સ્વતંત્રતાને સમર્થન આપ્યું. નોબેલ કમિટીએ કહ્યું કે આ માટે નરગીસે મોટો બલિદાન આપવા પડ્યો હતો. અત્યાર સુધીમાં તેમની 13 વખત ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં તેને 5 વખત દોષિત ઠેરવવામાં આવ્યો છે. નરગીસે ​​31 વર્ષ જેલમાં વિતાવ્યા છે. એટલું જ નહીં તેને 154 વાર કોરડા પણ મારવામાં આવ્યા હતા.

WhatsApp Image 2023 10 06 at 4.07.32 PM કોણ છે 'નરગીસ મોહમ્મદી'? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

 

જ્યારે નરગીસ મોહમ્મદીને શાંતિ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે ત્યારે પણ તે જેલમાં છે. સપ્ટેમ્બર 2022માં ઈરાનમાં કુર્દિશ યુવતી મહસા ઝીના અમીની ઈરાની પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. તેમના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં જોરદાર વિરોધ શરૂ થયો હતો. લોકોએ ઈરાન સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે મહિલાઓને સ્વતંત્રતા આપવાની માગ કરી હતી. આ પ્રદર્શનમાં લાખો ઈરાની લોકોએ ભાગ લીધો હતો.

નરગીસના રસ્તે ઈરાનમાં જોરદાર પ્રદર્શન

ઈરાન સરકારે વિરોધીઓ પર નિર્દયતાથી અત્યાચાર ગુજાર્યો હતો અને 500થી વધુ વિરોધીઓ માર્યા ગયા હતા. આ સિવાય હજારો લોકો ઘાયલ થયા હતા. ક્રૂરતા એટલી હતી કે રબરની ગોળીઓથી અનેક લોકોની આંખોને નુકસાન થયું હતું. ઈરાની પોલીસે આ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં, વિરોધને કચડી નાખવા માટે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ મહિલા સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું અને નરગીસ મોહમ્મદીના અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

ઈરાની પોલીસ દ્વારા નરગીસ મોહમ્મદી પર ઈરાની સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તે ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટરના ડેપ્યુટી હેડ છે. તે એક NGO છે જેનું નિર્માણ શિરીન એબાદી દ્વારા કરવામાં આવ્યું હતું. શિરીનને વર્ષ 2003માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો છે. નરગીસ મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમની સાથે સંસ્થાકીય ભેદભાવ સામે સતત અવાજ ઉઠાવતી રહી છે. નરગીસ 1990ના દાયકામાં ભૌતિકશાસ્ત્રની વિદ્યાર્થી હતી અને આ દરમિયાન તેણે મહિલાઓના અધિકારોનું સમર્થન કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 કોણ છે 'નરગીસ મોહમ્મદી'? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર


આ પણ વાંચો: ક્રાઈમ/ કોણ છે લવ જેહાદના ફાયનાન્સરો? કેટલી છોકરીઓની જિંદગી કરી છે બરબાદ

આ પણ વાંચો: Vibrant Gujarat 2024/ ગુજરાતમાં રોકાણ કરવા સીએમ પટેલે આપ્યું આમંત્રણ!

આ પણ વાંચો: Scam/ 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?