Zarkhand News : ઝારખંડની ગોડ્ડા લોકસભા સીટના ભાજપના સાંસદ વિસિકાંત દુબેને દેવધર પોલીસે મોટીસ પાઠવી છે. દેવધરના મોહનપુર પોલીસ સ્ટેશને નોટીસ મોકલીને ભાજપના સાંસદને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે એક પસુના વેપારીએ બીજેપીના સાંસદ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેને પગલે પોલીસે તેમને પુછપરછ માટે બોલાવ્યા છે. બીજીતરફ પોલીસની નોટીસ મળતા સાંસદ ભડક્ ગયા છે. તેમણે પોલીસના આ એક્શન પર સવાલ પુછવાના અંદાજમાં કહ્યું કે શું ગાયને બચાવવાને કારણે રાજ્ય સરકાર તેમને પરેશાન કરશે ?
એક્સ પર નિશીકાંત દુબેએ લખ્યું હતું કે હું એક સનાતની છું, ગૌ માતાની રક્ષા કરવી મારા ધર્મનો હિસ્સો છે. વિપક્ષ એક ખાસ ધર્મ સાથે પ્રેમ કરે છે અને હિન્દુથી નફરત, જો મેં ગૌ માતાને બચાવી તો શું મને રાજ્ય સરકાર હેરાન કરશે ? શું હિન્દુ ધર્મમાં પેદા થઈને ગુનો કર્યો છે ?
ભાજપા સાંસદ નિશિકાંત દુબેએ આ સંદર્ભે મિડીયા સાથે વાતચીત કરી હતી. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સાંસદે કહ્યું કે શારખંડ સરકારનો નિયમ છે કે રાજ્યમાંથી ગાયને ખરીદ્યા બાદ તેને વેચવા માટે તે જ રાજ્યમાં લઈ જઈ શકો છો જ્યાં ગૌ હત્યા પૂર્ણ પ્રતિબંધ છે. આમ તો એ ગાય બાંગ્લાદેશ જઈ રહી હતી તેની મેં ફરિયાદ કરી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે તે ગાયને લઈને બિહાર જઈ રહ્યા હતા. બિહારમાં ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ નથી.
વધુમાં સાંસદે કહ્યું કે તમારી જ એફઆઈઆર કહે છે કે ગાયની ચોરી કરનારા બે જમાને તેમમે પકડ્યા છે. આ બન્ને ચોરને તમે ભગાડી મુક્યા અને કોઈ ત્રીજા શખ્સથી તમે એફઆઈઆર દાખલ કરાવી દીધી. કોર્ટે તેની તપાસ પર રોક લગાવી છે. તેમછત્તા ચૂંટણી સમયે તમે હિન્દુના નામે, ગાયના નામે અને ધર્મના નામે વોટ નથી માંગી શકતા.પરંતુ ગાટની ચોરી કરનારાઓને પકડાવવા બદલ તમે મને નોટીસ મોકલો છો. તેનો મતલબ તમે મને મજબૂર કરો છો. પુરી સરકાર જેલમાં બંધ હેમંત સોરેનના ઈશારે મને મજબૂર કરે છે કે ધર્મના નામે જ વોટ માંગવા જાઉં અને રાજનિતી કરૂ. મારી પર તો એ આરોપ છે કે મેં ગાયને બચાવી. ભારતનું સંવિધાન કહે છે કે ગૌહત્યા ન થવી જોઈએ. નિશિકાંત દુબેએ જમાવ્યું કે 19 એપ્રિલે સવારે તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં મોહનપુર-હંસડીહાના રસ્તા પર એકશખ્સ ગાયો લઈને જઈ રહ્યો હતો. તે સમયે ત્યાંતી પસાર થતા સાંસદની નજર તેના પર પડી તો તેમણે કાફલાને અટકાવીને સુરક્ષાકર્મીઓની મદદતી ગાયોને મુક્ત કરાવી હતી. તે સમયે પોલીસ આ શખ્સને પોતાની સાથે લઈ ગઈ હતી. બાદમાં સાંસદ ઉપર બલઘર ગામમાં રહેતા મોહમ્મદ આફતાબે ગુનો નોંધાવ્યો હતો. હવે કેસના તપાસ અધિકારીએ સાંસદને તપાસમાં સામેલ થવા નોટીસ મોકલી છે.
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ
આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની બેઠકો
આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિરની થીમ પર રિલીઝ થયો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો તેની કિંમત