Bet Dwarka-Development/ સરકાર પાસે તૈયાર છે બેટ દ્વારકાના વિકાસનો માસ્ટર પ્લાન

બેટ દ્વારકાના ધાર્મિક મહત્વની કોને ખબર નથી અને તેને મળેલા અફાટ કુદરતી સૌંદર્ય અંગે તો બધા જાણે જ છે. ગુજરાત સરકારે હવે બેટ દ્વારકાના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 8 2 સરકાર પાસે તૈયાર છે બેટ દ્વારકાના વિકાસનો માસ્ટર પ્લાન

ગાંધીનગરઃ બેટ દ્વારકાના ધાર્મિક મહત્વની કોને ખબર નથી અને તેને મળેલા અફાટ કુદરતી સૌંદર્ય અંગે તો બધા જાણે જ છે. ગુજરાત સરકારે હવે બેટ દ્વારકાના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પ્રવાસન્ વિભાગ દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસન્ વિભાગ આ ટાપુના કુદરતી સૌંદર્યને વધુ નિખાર આપવા માંગે છે. તેની સાથે તે પ્રવાસીઓને આકર્ષવા માટે બધી સગવડ ઊભી કરવાનું આયોજન ધરાવે છે.

ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે છે. 2,320 મીટર લાંબો પુલ બેટ દ્વારકાનું મુખ્ય ભૂમિ સાથે જોડાણ સુનિશ્ચિત કરશે. લોકો હાલમાં ઓખાથી બેટ દ્વારકા જવા ફેરી સર્વિસનો ઉપયોગ કરે છે.

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 2018માં શરૂ થયો હતો અને તેના પછી દરિયામાં 38 પિયર્સનું કામ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે અને તે દિવાળી સુધીમાં પૂરો થઈ જાય તેમ માનવામાં આવે છે. આ બ્રિજની ફૂટપાથ પર સોલર પેનલ ગોઠવવામાં આવી છે, તેના દ્વારા એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ વીજળીનો ઉપયોગ બ્રિજના લાઇટિંગ માટે કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતુ કે ફક્ત બેટ દ્વારકા જ નહીં, પ્રવાસીઓ દ્વારકા, શિવરાજપુર, પોશિત્રા મરીન સેન્ક્ચ્યુરી, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ચારકલા પક્ષી અભયારણ્ય અને ગોપી તલાવ તીર્થધામને પણ વિકસાવવામાં આવનાર છે.

 

આ પણ વાંચોઃ Nobel Peace Prize/ કોણ છે ‘નરગીસ મોહમ્મદી’? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

આ પણ વાંચોઃ અમદાવાદ/ કુતરા કેટલા કાતિલ! વાંચો એક વર્ષમાં કેટલા લોકોને ભર્યા બચકા

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2024/ ગુજરાતમાં રોકાણ કરવા સીએમ પટેલે આપ્યું આમંત્રણ!