Corona effect/ સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું

કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળતા ખાનગી સ્કૂલોની સરખામણીએ સરકારી સ્કૂલોમાં એડમિશનનું પ્રમાણ વધ્યું છે. 2021માં સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેનારા  6થી 14 વર્ષના બાળકોની સંખ્યા 70.3% એ પહોંચી છે,

Top Stories India Trending
સરકારી સ્કૂલોમાં સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું

કોરોનાકાળની ગંભીર અસર લોકોની આર્થિક સ્થિતિ પર પડી છે. વાલીઓ સંતાનોને ઉંચી ફી લેતી ખાનગી  સ્કૂલોને બદલે વિના મુલ્યે શિક્ષણ આપતી સરકારી સ્કૂલોમાં મુંકવાનું પસંદ કરી રહ્યા છે. વર્ષ 2021માં સરકારી સ્કૂલોમાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધું જોવા મળ્યું છે.

સરકારી સ્કૂલોમાં સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું

કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળતા ખાનગી સ્કૂલોની સરખામણીએ સરકારી સ્કૂલોમાંએડમિશનનું પ્રમાણ વધ્યું છે. 2021માં સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેનારા  6થી 14 વર્ષના બાળકોની સંખ્યા 70.3% એ પહોંચી છે, જ્યારે 2018માં આ આંકડો 64.3% હતો. બીજી તરફ, ખાનગી સ્કૂલોમાં એડમિશન લેનારાની સંખ્યા ઘટીને 24.4% થઈ ગઈ છે, જે આંકડો 2018માં 32.5% હતો.  આ ફેરફારનું સૌથી મોટું કારણ આર્થિક તંગી છે. એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2021 નામના આ સરવેમાં 62.5% માતા-પિતાએ જણાવ્યું છે કે, અમે પૈસાના અભાવે સ્કૂલ બદલી છે.

સરકારી સ્કૂલોમાં સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું

ઉત્તર પ્રદેશની સરકારી સ્કૂલોમાં બાળકોના એડમિશન સૌથી વધુ 13% વધ્યા છે. ત્યાર પછી આ યાદીમાં કેરળ 11.9% , તમિલનાડુ 9.6% અને રાજસ્થાન 9.4% નો ક્રમ આવે છે. દેશના 25 રાજ્યના 581 જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સર્વે કરાયો હતો. સર્વેમાં 17 હજાર 184 ગામોમાં આવેલી 7,299 સ્કૂલોને આવરી લેવાઇ હતી.

સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 દરમિયાન આ સર્વે કરાયો. જેમાં સામે આવ્યું કે ખાનગી સ્કૂલોના એડમિશનમાં 2020ની સરખામણીએ ઘટાડો થયો છે. 2020માં ખાનગી સ્કૂલોમાં 6-14 વર્ષના બાળકોનાં 28.8% એડમિશન જ થયાં, જે 2018માં 32.5% હતાં. 2006થી 2014 વચ્ચે ખાનગી સ્કૂલોના એડમિશન વધ્યાં હતાં. હવે આ આંકડો ફરી 2010ના સ્તર 25%  નજીક છે. જોકે, સરકારી સ્કૂલોમાં 2006થી 2018 સુધી એડમિશન સતત ઘટ્યાં અને પછી 65% પર સ્થિર થઈ ગયાં. પરંતુ 2021માં પહેલીવાર તેમાં 70% એડમિશન થયાં.

ગુજરાત / રાજ્યમાં નશીલા પદાર્થો ઘૂસેડતા ઝડપાશે તેને આકરી સજા કરવામાં આવશે : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

વરસાદી સંકટના વાદળ / દેશના અનેક રાજ્યોમાં પડી શકે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના