વિશ્વનું સૌથી અમીર બોર્ડ બીસીસીઆઈ પર લગામ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈને સુચના અધિકાર એટલે કે આરટીઆઈ હેઠળ લાવવાની ભલામણ કરવામાં આવી છે. લૉ કમિશને સરકારને આપેલા રીપોર્ટમાં કહ્યું છે કે બીસીસીઆઈને એકજાહેર સંસ્થાનો દરજ્જો મળે. બીસીસીઆઈને નેશનલ સ્પોર્ટ ફેડરેશનનો દરજ્જો મળવો જોઈએ.
સરકાર લૉ કમિશનની માગ માને છે તો બીસીસીઆઈમા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. બીસીસીઆઈ વિરુદ્ધ કોર્ટમાં પણ અપીલ કરી શકાય, ભલે તે પછી તે મામલો માનવાધિકાર ઉલ્લંઘનનોકેમ ન હોય.
It is recommended that RTI Act be made applicable to BCCI along with all of its constituent member cricketing associations, provided they fulfill the criteria applicable to BCCI: Law Commission of India pic.twitter.com/lbf1BAcEny
— ANI (@ANI) April 18, 2018
લૉ કમિશનની માગ છે કે બીસીસીઆઈ સાથે જોડાયેલા દરેક જરૂરી મામલે આરટીઆઈ એક્ટ અંતર્ગત લાવવામાં આવે કે જેથી બીસીસીઆઈ સાથે જોડાયેલા મામલાને જાણવાનો હક મળે. મહત્વનું છે કે, બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ ખાનગી સંસ્થા હોવાને કારણે અત્યારે છૂટ છે. વિશ્વના સૌથી અમીર બોર્ડમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા અને પારદર્શિતા વધારવા માટે આ સુઝાવ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ બીએસ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ બનાવામાં આવેલ લૉ કમિશનો આ સુઝાવ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પાસે મોકલવામાં આવ્યું છે.
તેમને જણાવી દઈકે આઈપીએલ સ્પોર્ટ ફિક્સિંગના મામલો સામે આવ્યા બાદ ક્રિકેટ બોર્ડમાં સુધારો લાવવા માટે આ સુઝાવ ઉઠાવવામાં આવ્યો છે. લૉ કમિશન પોતાના ચુચનમાં બીસીસીઆઈ અને તેની સાથે જોડાયેલા તમામ ઘટકોને RTI લાવવાની ભલામણ કરી છે.
